વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/m38jzz3zfu6qjbhe/" left="-10"]

વેરાવળમાં રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો


*ફાટક મુક્ત અભિયાન અંતર્ગત રેલવે ઓવરબ્રિજ બનતા શહેરના વિકાસમાં એક નવી દિશા ખુલશે : શહેરના લોકોને ભૌતિક સુખાકારીની સગવડોમાં વધારો થશે*
*ગીર સોમનાથ તા.-૨૪,* મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફાટકમુક્ત અભિયાન અંતર્ગત વેરાવળ શહેરમાં બે ઓવરબ્રિજનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બે ઓવરબ્રિજનુ ભૂમિપૂજન સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંગભાઈ પરમાર અને નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઇ ફોફંડી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વેરાવળ શહેરમા રેલ્વે ઓવરબ્રીજ બનતા લોકોના જાહેર જીવન પર ખુબજ સકારત્મક અસર થશે. જેમાં
અવાર નવાર ટ્રેન આવતા જે કલાક કલાક ફાટક બંધ થતા હોવાની સમસ્યા રહેતી હતી તે સમસ્યાથી લોકોને મુકતી મળશે. દર્દી ઝડપથી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચી શકે જેથી લોકોના અમુલ્ય જીવનો બચાવ થશે. શહેરના વિકાસમાં એક નવી દિશા ખુલશે. શહેરના લોકોને ભોતિક સુખાકારીની સગવડોમા પણ વધારો થશે. તેમજ શહેરના લોકોને માનસિક પરેશાનીમાંથી મુકતી મળશે. આ રેલ્વે ઓવરબ્રીજ બનતા વાયુ પ્રદૂષણ, ધ્વની પ્રદૂષણમાં ધટાડો થશે જેથી લોકોનુ સ્વાસ્થ્ય સારું રહેશે. વાહન વ્યવહાર ને સગવડતા મળશે તથા ટ્રાફીકની સમસ્યા હલ થશે. મુખ્યમત્રીશ્રી ના “ફાટક રહિત ગુજરાત અભિયાન” યોજના દ્વારા શહેરીજનોનું સપનું સાકાર થશે. તેમ તેઓશ્રીઓએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓવરબ્રિજના ઇ-ખાતમુહૂર્ત બાદ સાંસદશ્રી સહિત પદાધિકારીશ્રીઓ દ્વારા દિવાળીના પાવન પ્રસંગે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાભાઈ ધારેચા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સરમણભાઇ સોલંકી, અગ્રણી શ્રી લખમભાઇ ભેસલા, ડો.પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ કપિલ મહેતા સહિત પદાધિકારીશ્રીઓ, હોદેદારશ્રીઓ, નગરસેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]