આણંદમાં શીવ ઓવરસીઝના નામે વેપલો પકડાયો - At This Time

આણંદમાં શીવ ઓવરસીઝના નામે વેપલો પકડાયો


આણંદમાં શીવ ઓવરસીઝના નામે વેપલો શરૂ કર્યો હતો

આણંદ પંથકમાં વિદેશ જવાની ઘેલછા વધુ હોવાથી અવારનવાર કબુતરબાજીના કિસ્સા બહાર આવતાં હોય છે. હાલમાં આણંદ પંથકમાં સામાન્ય અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને વિદેશ જવું હોય છે. તેને ધ્યાને લઇને કેટલાંક લેભાગુ તત્વો બોગસ માર્કશીટ પર વિદેશ મોકલવાના ધંધો ફુલ્યો ફાલ્યો છે. ત્યારે આણંદ શહેરની વેન્ડોર ચોકડી પાસે એક કોમ્પ્લેક્ષમાં ચાલતા શીવ ઓવરસીઝ નામે એજન્સી શરૂ કરીને તેમાં બનાવટી માર્કશીટ પર વિદેશ મોકલવાનું કૌભાંડ છેલ્લા કેટલાંક સમયથી ચાલતુ હતું જે બાબત એસઓજી પોલીસને ધ્યાને આવતાં રેડ પાડીને ભૂતિયા યુનિ.ની બનાવટી માર્કશીટ પર વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતાં 2 શખ્સો ઝડપી પાડીને પુછપરછ કરતાં તેઓ વડોદરા શખ્સ સાથે મળીને આ કૌભાંડ આચરતાં હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે ત્રણે વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથધરી છે.આરોપીઓ પાસેથી બે મોબાઈલ, લેપટોપ તેમજ 10 બનાવટી માર્કશીટ, સર્ટી સાથે કબજે લીધા હતા.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.