બાબરા તાલુકાના રાણપર ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલો નંગ - ૭૪૪ કુલ કિં.રૂ.૨,૧૫,૦૧૬/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time

બાબરા તાલુકાના રાણપર ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલો નંગ – ૭૪૪ કુલ કિં.રૂ.૨,૧૫,૦૧૬/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


બાબરા તાલુકાના રાણપર ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલો નંગ - ૭૪૪ કુલ કિં.રૂ.૨,૧૫,૦૧૬/- નો મુદ્દામાલ પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, રઘુ હમીરભાઇ વાળા રહે.રાણપર, તા.બાબરા, જિ.અમરેલી વાળાએ રાણપર ગામે, ખારા વિસ્તારમાં આવેલ પોતાની વાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે. જે બાતમી હકિકત અન્વયે રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ છે. તેમજ રેઇડ દરમિયાન મજકુર આરોપી હાજર મળી આવેલ ન હોય તેને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. પકડાયેલ મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડવાનો બાકી આરોપી -

રઘુ હમીરભાઇ વાળા, રહે.રાણપર, તા.બાબરા, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ -

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) નીં મેગડોવેલ્સ નં.૧ કંપનીની ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૭૪૪ કિં.રૂ.૨,૧૫,૦૧૬/-નો મુદ્દામાલ.

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.