હથિયાર પરવાનેદારોએ હથિયાર સાથે લઈને ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી - At This Time

હથિયાર પરવાનેદારોએ હથિયાર સાથે લઈને ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નું મતદાન બોટાદ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંબંધી જાહેરાત તા.૦૩/૧૧/૨૦૨૨ ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ તારીખથી સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. ચૂંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/ સંસ્થા દ્વારા ચૂંટણી સંબંધી સભા, સરઘસ,રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવ૨ણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે.

ચૂંટણી સંબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમુક્ત વાતાવ૨ણ ઉભુ કરવાનો હેતુ જળવાઈ નહીં. આથી સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને કાયદો–વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મુકેશભાઈ ૫૨મારે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે, ફરજની રૂએ જેમને સરકારી હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા તથા સ્વરક્ષણ માટે અંગત હથિયાર પરવાનો મંજુર કરાયેલ હોય તેવા તમામ સરકારી અધિકારીઓ. તમામ મેજીસ્ટ્રેટ, કસ્ટમ, ફોરેસ્ટ, ઈન્કમટેક્ષ, સેન્ટ્રલ એકસાઈઝ,પોર્ટ, રેલ્વે, સંરક્ષણની ત્રણેય પાંખોના અધિકારીઓ/કર્મચારીઓ. ફરજની રૂએ જેમને હથિયાર ફાળવવામાં આવેલ હોય તેવા હોમગાર્ડના જવાનો સિવાયના બોટાદ જિલ્લાના આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ તેમના પરવાનાવાળા હથિયાર સાથે કોઈ સરઘસ કાઢવા કે સભા યોજવા કે તેમાં ભાગ લેવા કે હથિયાર સાથે જાહેર સ્થળે તથા જાહેર રસ્તાઓ પર ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમો સામે આઈ.પી.સી કલમ-૧૮૮ ની જોગવાઈઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.