ડભોડાનાં આશાસ્પદ યુવકની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે જામ ખંભારિયાની શાળામાં તિથિ ભોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lxxufsufkmeqmkym/" left="-10"]

ડભોડાનાં આશાસ્પદ યુવકની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે જામ ખંભારિયાની શાળામાં તિથિ ભોજન કરવામાં આવ્યું


ડભોડાના આશાસ્પદ યુવકની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે જામ ખંભાળિયાની શાળામાં તિથિ ભોજન કરાવાયું

ગાંધીનગર તાલુકાના ડભોડા ગામના આશાસ્પદ યુવક હર્ષ શંકરભાઈ ખત્રી ગત વર્ષે 9મી જાન્યુઆરીના રોજ દ્વારકા પાસે રોડ અકસ્માતમાં સ્વર્ગવાસ થયો હતો . દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા બાદ પરત ફરતી વખતે દ્વારકા થી 20 કિલોમીટરના અંતરે આવેલા ઓખામઢી પાસે બાઈક સ્લીપ ખાતા અકસ્માતમાં ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી હર્ષ નું સ્વર્ગવાસ થયો હતો. જેની પ્રથમ વાર્ષિક શ્રદ્ધાંજલિ નવમી જાન્યુઆરી 2024 ના રોજ ગઈ હોવાથી પુણ્યતિથિ નિમિત્તે જામ ખંભાળિયાની હાપીવાડી પ્રાથમિક શાળાના 350 વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. હર્ષની આત્માને દ્વારકાધીશના ચરણોમાં વાસ મળે એ માટે શાળાના બાળકો તેમજ હાપીવાળી પ્રાથમિક શાળાના શિક્ષક ભરતકુમાર પ્રજાપતિ, દિનેશકુમાર પ્રજાપતિ સહિત તમામ સ્ટાફ દ્વારા પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે હર્ષના પરિવારજનો એ હર્ષ ને પ્રભુ ચરણ માં વાસ આપવાં ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]