ડીસા કોલેજે યુનિવર્સિટી કક્ષાની સેપક ટકરાવ રમતમાં જીત્યો સિલ્વર મેડલ - At This Time

ડીસા કોલેજે યુનિવર્સિટી કક્ષાની સેપક ટકરાવ રમતમાં જીત્યો સિલ્વર મેડલ


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ડીસા કોલેજ અનેક રમતોમાં ચેમ્પયનશિપ મેળવે છે.એમ આ વર્ષે આંતર કોલેજ સેપક ટકરાવ રમત પાટણ ખાતે યોજાઇ જેમાં ડીસા કોલેજની ખેલાડી પટેલ ભૂમિ, પુરોહિત ઉર્વશી, અને કચ્છવા ખુશ્બુ એ ભાગ લીધો. આ રમતમાં રેગુ અને કવાડ એમ બે પ્રકારની ઇવેન્ટો હોય છે. ડીસા કોલેજની ખેલાડીઓએ રેગુ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સિલ્વર મેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવેલ છે
સિલ્વર મેડાલિસ્ટ આ તમામ બહેનો અને તેમના કોચ પ્રોફેસર ડૉ.આર. ડી ચૌધરીને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને સંસ્થા પરિવારએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.