રાજુલની સરકારી હોસ્પિટલ ખાતે ૨૭ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને આરોગ્ય વિષયક તાલીમ અપાઈ - At This Time

રાજુલની સરકારી હોસ્પિટલ ખાતે ૨૭ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને આરોગ્ય વિષયક તાલીમ અપાઈ


આયુષ્યમાન ભારત અંતર્ગત સબ સેન્ટર તેમજ પ્રા.આ.કેન્દ્રને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત કરાતા ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાએ બિનચેપી રોગોના સ્ક્રીનીંગ અને ટેલીમેડીસીન સહિતની વિવિધ કામગીરીની સમિક્ષા અને પ્રોગ્રામોની જાણકારી માટે તાલીમ કમ રીવ્યુ મિટીગનુ આયોજન સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે કરાયુ.જેમા રાજુલા જાફરાબાદના ૨૭ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો હાજર રહેતા જન આરોગ્ય સમિતિ અને ૧૨ સર્વિસીસ વિશે માહિતગાર કરાયા.તેમજ ભારત સરકારના નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ પ્રમાણે આવનારા સમયમા રાજુલા જાફરાબાદના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોને કાર્યાન્વિત કરવા માટે જીલ્લા ક્વોલીટી મેડિકલ ઓફિસર ડૉ.આર.કે.જાટ દ્વારા જણાવી તેના વિશે જરૂરી માહિતી અપાઈ તેમજ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ડેઈલી ફરજો વિશે જીલ્લા નોડલ ડૉ.સોનલબેન,ટેકો+ સૉફ્ટવેરની કામગીરી વિશે ડૉ.કિરણબેન દ્વારા જરૂરી માહિતી આપી આ મિટિગમા હાજર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરીયા અને સાગરભાઈ દ્વારા નેશનલ ક્વોલીટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આરોગ્ય કેન્દ્રો કાર્યાન્વિત કરાશે તેવુ જણાવેલ અને સોશ્યલ બિહેવીયર ચેન્જ કોમ્યુનિકેશન વિશે સંજયભાઈ લહેરી દ્વારા જણાવી દરેક લોકોને આરોગ્યની યોજનાઓ વિશે માહિતગાર કરવા પર ભાર મુકેલ તેમજ ભારત સરકારના સ્ટાન્ડર્ડ પ્રમાણે કામગીરી કરી લોકોની આરોગ્ય સુવિધાઓ વધારવા માટે રાજુલા તાલુકા નોંડલ ડૉ.હિમા હડિયા અને જાફરાબાદ નોડલ ડૉ.રીતલ બાંભણીયા દ્વારા કટ્ટીબદ્ધતા દર્શાવી દરેક લોકો દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે એક વાર અવશ્ય બીપી અને ડાયાબીટીસનુ નિદાન કરાવી ડિઝીટલ હેલ્થ આઈ.ડી.કાર્ડ કઢાવે તેવુ તાલુકા હેલ્થ ઓફિસરે મિટિંગમાં જણાવેલ

રિપોર્ટર: આસિફ કાદરી રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.