ધોળકા ટાઉન પોલીસે ૯ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા - At This Time

ધોળકા ટાઉન પોલીસે ૯ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા


ધોળકા ટાઉન પોલીસે બાતમીના આધારે મઘીયા વિસ્તારમાં જીવનદીપ હોસ્પિટલ ની પાછળ નારાયણ રેસીડેન્સી માં સંજયભાઈ દાનુભાઈ સંથારિયા નાં મકાનમાં ચાલતા જુગારધામ ઉપર રેડ પાડી હતી. પોલીસે નવ ઈસમો ને જુગાર રમતા પકડી પાડયા હતા. તેઓની પાસેથી રૂ. ૬૩૯૦૦ ની રોકડ રકમ, રૂ.૪૧૦૦૦ની કિંમતના પાંચ મોબાઈલ ફોન કિંમત , રૂ. ૮૫૦૦૦ ની કિંમતના ચાર મોટર સાઇકલ મળી કુલ રૂ. ૧,૮૯,૯૦૦ મળી આવેલ હતા. આ નવ જુગારીઓ વિરૂદ્ધ ધોળકા ટાઉન પોલીસે જુગારધારા ની કલમ ૪, પ મુજબ ગુનો દાખલ કરેલ છે.

જુગાર રમતા પકડાયેલા આરોપીઓ માં અલ્પેશ ચંદુલાલ ડબગર, હરપાલસિંહ ઇન્દ્રસિંહ ઝાલા, રાહુલભાઇ રામરૂપ પાલ, સંજયભાઈ દાનુભાઈ સંથારિયા, અજયભાઈ રણછોડભાઈ રાણા, વિજયભાઈ હિંમતલાલ પટેલ, સતીષભાઈ નટુભાઈ પારેખ, રાજવીર અજયકુમાર રાણા અને કૌશિક દિલીપભાઈ પટેલ નો સમાવેશ થાય છે. આ કામગીરી માં ટાઉન પીઆઈ વાય.બી.ગોહિલ, એએસઆઈ પ્રભુભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ, ભાર્ગવભાઈ, વિક્રમભાઈ, અજયરાજસિંહ , પો.કો. પ્રદીપસિંહ, દિગ્વિજયસિંહ અને જયરાજસિંહ જોડાયા હતાં.

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.