તારીખ ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપા આર્થિક સેલના સંયોજક શ્રી પ્રેરકભાઈ શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી નાનાજી દેશમુખ ઑડિટોરિયમ હોલ બોટાદ નગરપાલિકા ખાતે બોટાદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરીકોને માર્ગદર્શન આપ્યું. - At This Time

તારીખ ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપા આર્થિક સેલના સંયોજક શ્રી પ્રેરકભાઈ શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી નાનાજી દેશમુખ ઑડિટોરિયમ હોલ બોટાદ નગરપાલિકા ખાતે બોટાદ જિલ્લાના પ્રબુદ્ધ નાગરીકોને માર્ગદર્શન આપ્યું.


આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન બોટાદ જિલ્લા ભાજપાના મહામંત્રી શ્રી પોપટભાઈ અવૈયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરી, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રેરકભાઈ શાહનું જિલ્લા મહામંત્રી શ્રી પોપટભાઈ અવૈયા તેમજ જિલ્લા મહામંત્રી શ્રી ગૌતમભાઈ ખસિયા દ્વારા પુષ્પગુચ્છ આપી, પુસ્તક ભેંટ સ્વરૂપે આપી સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી ગૌતમભાઈ ખસિયા કર્યું હતું આ સંમેલનમાં બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ શ્રી ભીખુભા વાઘેલા, બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી જીવરાજભાઈ પટેલ, બોટાદ જિલ્લા સંગઠનના હોદ્દેદારોશ્રીઓ, બોટાદ જિલ્લા સેલ-મોરચાના હોદ્દેદારોશ્રીઓ, મંડલના હોદ્દેદારોશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ, વિવિધ સંસ્થાના આગેવાનશ્રીઓ, ટ્રસ્ટીઓ, વકીલશ્રીઓ, વેપારીઓ, શિક્ષકો, વિવિધ સમાજના આગેવાનો, વિવિધ એસોસીએશનના સભ્યશ્રીઓ વગેરે લોકો બહોળી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત રહી વક્તા શ્રી પ્રેરકભાઈ શાહને સાંભળ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વ મહાનુભાવોની આભારવિધિ શ્રી રાણપુર તાલુકા ભાજપાના પ્રભારી શ્રી હરેશભાઈ ધાધલ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા પ્રવકતા શ્રી કિશોરભાઈ પીપાવાત દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે અલ્પાહાર લીધો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.