વિશ્વ હિન્દુ પરિષદ જસદણ દ્વારા બ્રહ્મસમાજની વાડીમાં ૨૦/૦૭/૨૨ ના રોજ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lrgnpzlmplgupfqv/" left="-10"]

વિશ્વ હિન્દુ પરિષદ જસદણ દ્વારા બ્રહ્મસમાજની વાડીમાં ૨૦/૦૭/૨૨ ના રોજ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું


વિશ્વ હિન્દુ પરિષદ જસદણ દ્વારા બ્રહ્મસમાજની વાડીમાં ૨૦/૦૭/૨૨ ના રોજ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ જસદણ દ્વારા બ્રહ્મસમાજની વાડીમાં દીનાંક ૨૦/૦૭/૨૨ ના બુધવારે એક ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુના પીપળીયાના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી ઘનશ્યામદાસ બાપુએ સંબોધન કરતા તમામ હિન્દૂ સમાજને શાસ્ત્રો સાથે શસ્ત્રો નો અભ્યાસ કરવાનું અને બજરંગ દળના યુવાનોને હનુમાનજીના ગુણો જીવનમાં અપનાવી હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે તૈયાર રહેવાનું આહવાન કર્યું હતું ,
ઘેલા સોમનાથના મહંત શ્રી વિક્રમગીરી બાપુએ ધર્મ સભાને આશીર્વચન આપતા વર્તમાન સમયમાં આપણા હિન્દૂ રાષ્ટ્ને જેહાદીઓ થી બચાવવા નાતજાત અને પંથ સંપ્રદાયના ભેદભાવ ભૂલી એક થવાની જરૂર જણાવી .
રોકડીયા હનુમાન લીલપુરના મહંતશ્રી રામચરણદાસ બાપુએ આશીર્વચન પાઠવતા સત્સંગ કેન્દ્ર શરૂ કરી હિન્દૂ રાષ્ટ્ નું નિર્માણ કરવા આહવાન કર્યું હતું . ધર્મસભાના મુખ્ય વક્તા વિહિપના જિલ્લા ઉપાધ્યક્ષ કનુભાઈ લાલુએ હિંદુઓ ની ઘટતી જતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી હિન્દુઓની વસ્તી વધારવા અને યુવાનો તથા બાળકોને ધર્મના સંસ્કારો જીવનમાં ઉતારવા તથા રાષ્ટ્ વિરોધીઓ નો સંપૂર્ણ આર્થિક બહિષ્કાર કરવા જણાવ્યું હતું.

આ સભામાં વિહિપના વિભાગ મંત્રી પ્રકાશભાઈ પનારા, જિલ્લા મંત્રી પ્રફુલભાઈ જાની , જિલ્લાના બજરંગ દળ સંયોજક હિરેનભાઈ ડાભી , જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જસદણ શહેર તથા સામાજિક આગેવાનો અને શહેર તથા તાલુકા માંથી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા.સભાને અંતે આભાર વિધિ જસદણ વિહિપના સંયોજક ભારતભાઈ જાનીએ કરી હતી .
રિપોર્ટ વિજય ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]