*ગઢુલા ગામે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા જરૂરિયાત મંદોને અનાજ કરિયાણા કીટ વિતરણ કરાયુ - At This Time

*ગઢુલા ગામે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા જરૂરિયાત મંદોને અનાજ કરિયાણા કીટ વિતરણ કરાયુ


સિહોર તાલુકાના ગઢુલા ગામે આહીર સમાજના આગેવાન ઉદાર દિલ દાતા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ અને પરિવાર દ્વારા છેલ્લા 18 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગઢુલા ગામના ૬૦ થી વધારે જરૂરિયાત મંદ પરિવારને અનાજ કરિયાણા સહિતની કીટ વિતરણ કરવામાં આવ્યુ આ તકે રઘુભાઈ હુંબલ સાથે મહુવાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી.મકવાણા,તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગર,જિલ્લા ભાજપ સંગઠનના માસાભાઈ ડાંગર, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નારુભાઈ ખમળ જિલ્લા ભાજપ મહામંત્રી સી.પી.સરવૈયા,રાજેશભાઈ ફાળકી,ભાવનગર ગ્રામ્ય પ્રભારી ગેમાભાઈ ડાંગર સહિતના જોડાયા હતા અને હુંબલ પરિવાર દ્વારા કાયમ માટે આવીજ સેવાકીય પ્રવૃતિઓ કાર્યરત રહે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી

રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.