દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ljyluafckukbxz8j/" left="-10"]

દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી


દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

સમગ્ર ભારત દેશમાં વર્ષોથી દર વર્ષે અષાઢ સુદ પૂનમના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુશાસ્ત્રો અનુસાર મહર્ષિ વ્યાસે આ દિવસે પવિત્ર ગ્રંથ એવા વેદોને ચાર ભાગમાં વહેંચ્યા હતા અને તેનું જ્ઞાન માનવ જાતને આપવાનું શરૂ કર્યું હતું. તેમની યાદમાં તેમના શિષ્યોએ તેમનું ગુરુ તરીકે પૂજન કર્યું હતું ત્યારથી આ પરંપરા આજ દિન સુધી ચાલી આવે છે. આ દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન ગૌતમ બુદ્ધે આ જ દિવસે માનવજાતને પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે પણ ગુરુપૂર્ણિમાની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ શાળાની બાળાઓએ તમામ ગુરુજીઓને કંકુ તિલક વડે પૂજન કર્યું હતું અને ગુરુજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગુરુને સંદેશો આપતા ભજન ગાયા હતા. છેલ્લે શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી ચેતનભાઇ પટેલે કબીરના દોહા પણ લલકાર્યા હતા. નિર્મલસિંહ રાયજાદાએ શિષ્ય અને ગુરુનો મહિમા સમજાવ્યો હતો. છેલ્લે શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના કોમર્સ વિભાગના શિક્ષકશ્રી નિર્મલસિંહ રાયજાદાએ કર્યું હતું.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]