ફાયદાની વાત/ LICની શાનદાર સ્કીમ, ફક્ત 45 રૂપિયા જમા કરીને મેળવો 16 લાખ રૂપિયા - At This Time

ફાયદાની વાત/ LICની શાનદાર સ્કીમ, ફક્ત 45 રૂપિયા જમા કરીને મેળવો 16 લાખ રૂપિયા


ભારતીય જીવન વીમા પોલિસી (LIC) પોતાના ગ્રાહકો માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવે છે. એવામાં એક સ્કીમ છે જીવન આનંદ પોલિસી. જો તમે ઈચ્છો કે વધારે રોકાણનો બોજો પણ તમારા પર ન પડે અને અમુક વર્ષ બાદ એક મોટી રકમ તમને મળે તો તેના માટે આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે. આ્ર સ્કીમમાં તમારે મેચ્યોરિટી બેનેફિટ મળે છે. જીવન આનંદ સ્કીમનુમ પ્રીમિયમ ટર્મ પોલિસીની હેઠળ જ છે. એટલે કે જેટલા સમયની પોલિસી છે તમે તેટલા સમય સુધી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.

દરરોજ કરો 45 રૂપિયાની બચત 

જીવન આનંદ સ્કીમમાં તમે લગભગ 1358 રૂપિયા મહિને જમા કરાવીને 25 લાખ રૂપિયા મેળવી શકો છો. તેના માટે તમારે લોન્ગ ટર્મ માટે રોકાણ કરવાનું રહેશે. જો તમે જીવન આનંદ સ્કીમમાં 35 વર્ષ માટે રોકાણ કરો છો તો તમારે સ્કીમની મેચ્યોરિટી પુરી થવા પર 25 લાખ રૂપિયા મળશે. તેના માટે તમારે દર મહિનાના હિસાબથી 45 રૂપિયા બચશે. આ રીતે તમને દર મહિને 1358 અને વાર્ષિક લગભગ 16,300 રૂપિયા જમા કરાવવાના રહેશે.

મળે છે બોનસ
આ પ્રકારે તમે 35 વર્ષમાં કુલ 5.70 લાખ રૂપિયા જેવા જમા કરશો. તેમાં બેસિક સમ એશ્યોર્ડ પાંચ લાખ રૂપિયા હશે. સાથે જ રિવિઝનરી બોનસ 8.60 લાખ રૂપિયા અને ફાઈનલ એડિશન બોનસ 11.50 લાખ રૂપિયા આપવામાં આવશે. આ પોલિસીમાં બે વખત બોનસ પણ મળે છે. પરંતુ આ માટે પોલિસીના 15 વર્ષનું હોવું જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.