દહેગામ નાં લીહોડામાં લઠ્ઠાકાંડ મામલે મૃતકોનાં પરિવાર સાથે મળી જગદીશ ઠાકોર નાં પોલીસ અને સરકાર પર ચાબખા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lhhebkgbnlzy7dh7/" left="-10"]

દહેગામ નાં લીહોડામાં લઠ્ઠાકાંડ મામલે મૃતકોનાં પરિવાર સાથે મળી જગદીશ ઠાકોર નાં પોલીસ અને સરકાર પર ચાબખા


દહેગામનાં લીહોડામાં લઠ્ઠાકાંડ પરિવારને મળવા આવેલા જગદીશ ઠાકોર નાં સરકાર પર ચાબખા , દહેગામ તાલુકાનાં લીહોડા ગામમાં દેશી દારૂ પીવાને કારણે થયેલા બે વ્યક્તિના મોત બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડગા પડ્યા છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ તેમજ દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર લીહોડા ખાતે ઝેરી દારૂ પીને મોતને ભેટેલા બંને વ્યક્તિના પરિવાર ને મળ્યા હતા અને પરિવારને 51000(એકાવન હજાર )ની રકમ પરિવારને આપી હતી. જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર દારૂબંધી મામલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હોય તો લીહોડા ગામમાં દારૂ આવ્યો ક્યાંથી અને દારૂ પીવાથી મોત કેવી રીતે થયાં અને આ બનાવ લઠ્ઠાકાંડ થી જ થયાં છે અને પોલીસ પણ હપ્તાખોરી માં ભાગીદાર છે તેવું તેમને વધુમાં જણાવ્યું હતું.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]