જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થનાર હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના 40 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 નાના-મોટા લોકમેળાઓનું આયોજન થનાર છે. - At This Time

જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થનાર હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના 40 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 નાના-મોટા લોકમેળાઓનું આયોજન થનાર છે.


રાજકોટ રેન્જના 5 જિલ્લાના 72 લોકમેળામાં શી ટીમ અને પોલીસ જવાનો ખડેપગે રહેશે. તહેવારમાં કોઈ ઈચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો છે.
આગામી તા.7/9/2023 ના રોજ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થનાર હોય, જે અનુસંધાને રાજકોટ રેન્જના 40 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 72 નાના-મોટા લોકમેળાઓનું આયોજન થનાર છે. જેમાં બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થનાર છે. જે અનુસંધાને દ્વારકા જિલ્લામાં 2, જામનગર જિલ્લામાં 6, મોરબી જીલ્લામાં 9, રાજકોટ ગ્રામ્યમાં 29, સુરેન્દ્રનગર જિલ્લામાં 26 એમ કુલ 72 નાના, મોટા લોકમેળાઓ યોજાનાર છે. મોટા અને સેન્સેટીવ લોકમેળાઓ ખાતે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીશ્રી તેમજ નાના લોકમેળાઓ ખાતે સર્કલ પીઆઈ તથા થાણા અધિકારીઓ કેમ્પ રાખનાર છે.

તમામ લોકમેળાઓના બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે થાણા અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. તમામ લોકમેળાઓ ખાતે બાળકો, મહિલાઓ તથા સીનીયર સીટીઝનો માટે શી ટીમ તૈનાત રાખવામાં આવનાર છે. પીકપોકેટરો, ચેઇન સ્નેકર તથા આવારા તત્વો ઉપર લગામ કસવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સ્થાનિક ડી સ્ટાફના કર્મચારીઓથી ખાનગી કપડાઓમાં પણ પોલીસ લોકમેળાઓ ખાતે ફરજ બજાવનાર છે. તમામ લોકમેળાઓ ખાતે લોકો રજુઆત, ફરીયાદ કરી શકે તે માટે તંબુની વ્યવસ્થા ગોઠવી તેઓની રજુઆત, ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવા ટીમો રાખવામાં આવેલ છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.