એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા લાકડિયા ખાતે બ્યુટી પાર્લર કોર્ષ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો - At This Time

એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા લાકડિયા ખાતે બ્યુટી પાર્લર કોર્ષ પૂર્ણ થતાં પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો


આજ રોજ એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી પ્રમુખ જમનાબેન જાદવ દ્વારા પ્રમાણ પત્ર વિતરણ કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં માં એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા ચાલી રહેલ બ્યુટી પાર્લર કોર્ષ પૂરો થતાં સૌથી વધુ ભાગ લેનાર બહેનો તેમજ કોર્ષ ને અનુરૂપ કાયૅક્રમ માં નંબર આવેલા બહેનો ને ઈનામ વિતરણ અને પ્રમાણપત્રો આપવાનો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો .જેમાં આવનાર મહેમાનો એ અભિનંદન પાઠવ્યા હતા. અને આનાથી વિશેષ પ્રદશૅન કરવાની શુભેચ્છા પાઠવી હતી.

જેમાં મુખ્ય અતિથિ તરીકે લાકડિયા પોલીસ સ્ટેશન પી.આઈ શ્રી આર.આર.વસાવા સાહેબ તેમજ લાકડિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી સુલેમાન આમદભાઇ ઘઘડા હતા તેમજ કલાબેન ગાલા એડવોકેટ, જયેન્દ્રભાઈ શાહ, ચિંતનભાઈ સાધુ વીર મલ્ટી સી એસ સી સેંટર સામખિયાળી , પ્રમુખ શ્રી જય ભોલે યુવા મિત્ર મંડળ શિકારપુર અશોક મેઘજી ચૌધરી , કપિલભાઈ સાધુ, પ્રવિણભાઈ મચ્છોયા સાહેબ લાકડિયા પ્રાથમિક કુમાર શાળા આચાર્ય , જાગૃતિબેન શાહ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને સતીષભાઈ રબારી ટી.એલ.એમ ભચાઉ, ચાંદનીબેન, શાંતિબેન,મેરીબેન વાણિયા, મીનાક્ષીબેન, મનીષાબેન રાઠોડ સર્વ સમાજ સેવા ટ્રસ્ટ પ્રમુખ તેમજ અન્ય મહેમાન તેમજ સામાજિક કાર્યકર અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જે પ્રમાણપત્ર વિતરણ સમારોહ પ્રસંગે લાકડિયા પોલીસ સ્ટેશન પી.આઈ શ્રી આર.આર.વસાવા સાહેબ એ હાંકલ કરી હતી. મહિલા સ્વનિર્ભર બને તે માટે એકલ નારી શક્તિ દ્વારા ખુબજ સારું કાર્ય કર્યું છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ માટે સ્વરોજગાર ની વિપુલ પ્રમાણમાં વિવિધ તકો સમાયેલી છે જે પોતાની આવડત પ્રમાણે રોજગારી મેળવી શકે છે
જે આજે બહેનો તેમજ દીકરી ઓને ગિફ્ટ આપવા માં આવી તે નર્મદા ટ્રેડિંગ કંપની સામખિયાળી એન્ડ વીર મલ્ટી સેન્ટ્રર સામખિયાળી દ્રારા આપવા માં આવેલ હતી

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon