આટકોટ ગામ સમસ્ત દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન - At This Time

આટકોટ ગામ સમસ્ત દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન


આટકોટ ગામ સમસ્ત દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ રામજી મંદિર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગામ બપોર બાદ બંધ રહેશે દરેક મંદિરોમાં મહા આરતી ત્રણ વાગ્યે ડીજે બેન્ડ બાજા ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા રામજી મંદિર થે પ્રસ્થાન કરશે જે ગામના મુખ્ય માર્ગો પર ફરશે તેમ જ વિવિધ જગ્યાએ શરબત નાસ્તા આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ ગામના લોકો દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઘરે ઘરે રંગોળી કરવા તેમજ ધજા પતાકાઓ સાથે શણગાર સજીને ગામમાં અયોધ્યા જેવો માહોલ સર્જાય તેવો આયોજન કરવામાં આવ્યું છે ગામના તમામ વેપારીઓ બપોર બાદ બંધ પાળી આ ભવ્ય શોભા યાત્રામાં જોડાશે તેમજ મુસ્લીમ સમાજ બે દિવસ મટન ની દુકાનો બંધ પાળશે તેવું મુસ્લિમ આગેવાનો જણાવ્યું હતું ગામનાં તમામ મંદિરોમાં મહા આરતીનું આયોજન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.