જસદણ વીંછિયામાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાને આવકારતાં આગેવાનો - At This Time

જસદણ વીંછિયામાં રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાને આવકારતાં આગેવાનો


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી જેમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી અને અમરેલીના વતની પરષોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલાનું નામ જાહેર કરતાં આ અંગે જસદણ વીંછિયા ભાજપના ટોમથી બોટમ સુધીના કાર્યકરોમાં ભારે થનગનાટ પ્રવર્તી રહ્યો છે ખુશીના આ માહોલમાં જસદણ બેઠકનાં આગેવાનો શ્રી કુવરજીભાઈ બાવળીયા, ડો. ભરતભાઈ બોઘરા અલ્પેશભાઈ રૂપારેલિયા, વિજયભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ જુદી જુદી પ્રક્રિયા આપી રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાને આવકાર આપ્યો હતો ૧ ઓકટોબર ૧૯૫૪ના રોજ જન્મેલા અને બીએસસી બીએડ સુધીનો અભ્યાસ કરી આજીવન ભાજપના સભ્ય તરીકે રહી ભુતકાળમાં અનેક હોદ્દા અને હાલ પણ મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગમાં ભારત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કાર્યરત રેહનાર શ્રી પરષોત્તમભાઈ રૂપાલાને રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતાં જસદણ વીંછિયા પંથકના ભાજપના કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર ઉમટી પડયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.