ચાસવડ ડેરી ખાતે સભાસદોનુ સ્નેહ સંમેલન ની સાથે સાથે શ્વેતકાંતિ ના પ્રણેતા ડૉ.વઁગીસ કુરીયનની ૧૦૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી. - At This Time

ચાસવડ ડેરી ખાતે સભાસદોનુ સ્નેહ સંમેલન ની સાથે સાથે શ્વેતકાંતિ ના પ્રણેતા ડૉ.વઁગીસ કુરીયનની ૧૦૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.

નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે આવેલ નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવા વર્ષ નિમિતે મંડળીના ચેરમેન કવિભાઇ ઉફે માસ્ટર વસાવા તેમજ વાઇસ ચેરમેન અરવિંદભાઈ વસાવાની ટીમ થકી પ્રથમ જ વખત સ્નેહ સંમેલન નુ આયોજન કરવામા આવતા મોટી સંખ્યામા મંડળીના સભાસદભાઈઓ,બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રવેતકાંતિના પ્રણેતા સ્વ ડૉ વઁગીસ કુરીયન ની ૧૦૦મી જન્મ જયંતીની પણ ભવ્ય ઉજવણી કરવામા આવી હતી.  આ પ્રસંગે ચેરમેન કવિભાઇ ઉફે માસ્ટર વસાવારે સભાસદોને સંબોધતા જણાવ્યુ હતુ કે.નેત્રંગ વિભાગના ગરીબ આદિવાસી ખેડુતો ખેતીના વેવસાય ની સાથે સાથે દુધાળા પશુ થકી પણ આથિઁક રીતે પગભર થાય તે માટે ૬૧ વર્ષ પહેલા ધીરુભાઈ મોરારજીભાઈ ભકત, ચાસવડ. ગોકળભાઈ કરશનભાઈ દેસાઈ, ચીખલી.ગોવિંદભાઇ મકનજીભાઈ ભક્ત,વાધણદેવી. ચાસવડ ખાતે સદર મંડળીની સ્થાપના કરી ગામેગામ ફરી પશુપાલકોને મંડળીમા દુધ ભરવાની હાકલ કરતા હતા.શરૂઆતના દિવસોમા માત્ર ને માત્ર પંદર લીટર દુધ રોજનુ એકત્ર થતુ હતુ, આજે પર ડે પંચાસ હજાર લીટર દુધ એકત્ર કરનારી મંડળી બની છે. મંડળી માટે ઉપરોક્ત વડીલોએ ભુમિદાન પણ કરેલ હોય,ભરૂચ જીલ્લા મા સૌથી મોટી દુધ એકત્ર કરનારી પ્રથમ હરોળની મંડળી બની છે. બે હજાર જેટલા સભાસદો ધરાવતી આ મંડળી આજે વિશાળ વટવૃક્ષ બની વિકાસની હરણફાળ ભરી રહી છે. જેનો શ્રેય ઉપરોક્ત વડીલોએ વષોઁ પહેલા કરી ભારે જહેમત નુ પરીણામ છે. તેઓનુ રુણ અદા કરવામા આવ્યુ હતુ. મંડળી તરફથી સભાસદો ગીફ્ટ નુ  વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.