માળીયા હાટીનામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત - At This Time

માળીયા હાટીનામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત


વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત માળીયા હાટીના વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનું આગેવાનો અને ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી, મહાનુભવો ને તુલસીના રોપ આપી સન્માન કરવામાં આવ્યું મહાનુભાવોએ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થી નાગરિકોને વિવિધ યોજનાકીય માહિતગાર અને લાભોનું વિતરણ કર્યું હતું.

આકાર્યક્રમ માળીયા હાટીના લોહાણા મહાજન વંડી ખાતે આયુષ્યમાન ભારત મા યોજના, ઉજવલ ભારત દ્વારા ગેસ,પોષણકીટનું વિતરણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૮ વર્ષ થી ઉપરના તમામ લોકો કે જેને બીજા ડોઝ ને ૬ મહિના થયેલ છે તેવા તમામ ને કોરોના રસીકરણ નો પ્રિકોસન ડોઝ સહિતની વિવિધ યોજનાઓના લાભ મહાનુભાવોએ વિસ્તરણ કર્યા હતા.

કાર્યક્રમમાં માળીયા હાટીના તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી ,તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જુનાગઢ બાંધકામ સમિતિ ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજી ભાઈ યાદવ, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, મહામંત્રી ડી. કે સીસોદીયા,હમીરસિંહ સીસોદીયા, ઠાકરશીભાઈ જાવીયા ,પૂર્વ સરપંચ નટવરસિંહ સીસોદીયા,બચુભાઇ સીસોદીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડો આભાબેન,સામાજિક વનીકરણ વનરાજભાઈ મોભ,સરકારી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અને નોડલ ઓફીસર શીતલબેન સહિત અગ્રણીઓ અને પદા અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા આ કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન પ્રવીણભાઈ પાઠક કર્યું હતું અને કાર્યક્રમ ને સફળ બનાવવા માળીયા હાટીના ગ્રામ પંચાયત તલાટી મંત્રી પરમાર ભાઈ તેમજ ગ્રામ પંચાયતે ભારી જહેમત ઉઠાવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.