લુણાવાડા ખાતે " અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ " ની બેઠક યોજાઇ - At This Time

લુણાવાડા ખાતે ” અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ” ની બેઠક યોજાઇ


આજરોજ " અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ( ABPSS ) " ની બેઠક લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે મળી હતી જેમાં મહીસાગર જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.. ભારત દેશના ૨૨ રાજ્યોમાં પોતાનું અસ્તિત્વ ધરાવનાર અને પત્રકારોના હિત માટે સતત પ્રયત્નશીલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, (દિલ્હી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશભાઇ કાલાવાડીયા અને ગુજરાત પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરીની સૂચના તથા ગુજરાત પ્રદેશ સંયોજક મિન્હાઝ મલીક અને ગુજરાત રાજ્યના પ્રદેશ હોદ્દેદાર સહ સંયોજક ભાવેશ મુલાણી તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા તથા અરવલ્લી અને મહીસાગર જિલ્લાના પ્રભારી હેતન જોષીના અથાગ પ્રયાસો થકી લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહીસાગર જિલ્લાના ૪૦ થી વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી બાબુલાલ ચૌધરીએ સંગઠન વિશેની માહિતી આપી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંગઠન દ્વારા કરવામાં આવી રહેલા કામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સહ સંયોજક ભાવેશ મુલાણી દ્વારા અન્ય સંસ્થા ઓ સાથે કરાયેલ mou વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સંગઠન માં કેમ જોડાવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું...આ બેઠકમાં મહીસાગર જિલ્લાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના પ્રમુખ તરીકે મહેશ ઠાકોર, ઉપ પ્રમુખ તરીકે દિવ્યાંગ પટેલ, છત્રસિંહ ચૌહાણ, રતનસિંહ માછી, મહામંત્રી તરીકે ભીખાભાઇ માછી, મંત્રી તરીકે વિજય જોષી, વિજય ડામોર, રાજેન્દ્ર પટેલ તેમજ વીરપુર તાલુકા પ્રમુખ તરીકે વિપુલ જોષી, લુણાવાડા તાલુકા પ્રમુખ તરીકે જયંતીભાઇ પટેલીયા, આઇટી સેલમાં દિલીપભાઇ બારીયાની નિમણુંક કરવામાં આવી હતી...આ પ્રસંગે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દિલ્હી ના ગુજરાતના ગુજરત પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય કાર્યકારિણી ના સભ્ય બાબુલાલ ચૌધરી, ગુજરાત પ્રદેશ સંયોજક મિન્હાઝ મલેક, પ્રદેશ સહ સંયોજક ભાવેશ મુલાણી, ગુજરાત પ્રદેશ મહામંત્રી જેણુભા વાઘેલા તથા ગુજરાત પ્રેદેશ મંત્રી શૈલેષકુમાર પરમાર અને અરવલ્લી તથા મહીસાગર જિલ્લાના પ્રભારી હેતનભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા...

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.