પોરબંદર ઝુંડાળા મહેર સમાજ ખાતે પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્રારા નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું. - At This Time

પોરબંદર ઝુંડાળા મહેર સમાજ ખાતે પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્રારા નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું.


જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે સૌએ સંગઠિત,વ્યસન મુક્ત બનાવી સાથે મળી જ્ઞાતિ કાર્યોને આગળ ધપાવવા જ્ઞાતિસમાજના આગેવાનોનો એક જ ઉઠેલ સૂર*

ગોસા(ઘેડ) પોરબંદર તા.૨૦/૧૧/૨૦૨૩
મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્રારા પોરબંદરના આંગણે નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન લાભ પાંચમ ને તા.૧૮/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ ઝુંડાળા મહેર સમાજ ખાતે રાખવામાં આવેલ હતું.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્રારા સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખશ્રી અરશીભાઇ ખુંટી તેમજ ઉપપ્રમુખશ્રી રામભાઈ ઓડેદરાના પ્રયાસોથી પોરબંદર વિસ્તારના વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ મહેર સમાજ સાથે સંકલન કરી જ્ઞાતિના સર્વાંગી વિકાસમાં એકબીજાને મદદરૂપ બની કાર્ય કરવાની પહેલ કરવામાં આવેલ છે જેમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા સાથે શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દેગામ મહેર સમાજ, બોખીરા મહેર સમાજ, છાયા મહેર સમાજ, રાણાવાવ મહેર સમાજ, કુતિયાણા મહેર સમાજ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ, શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળ સહિતની સંસ્થાઓના સાથ સહકાર સાથે પોરબંદર ખાતે પ્રથમ વખત સમસ્ત મહેર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
નવા વર્ષની વધામણીના ભાગરૂપે યોજાયેલ સ્નેહ મિલનની શરૂઆતમાં પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં ઝુંડાળા બોર્ડીંગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સ્નેહ મિલનની શરૂઆત કરવામાં આવેલ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ સામાજિક સંસ્થાના સંકલન સમિતિના અધ્યક્ષ અરશીભાઇ ખુંટી દ્વારા આજના નવા વર્ષના સ્નેહ મિલનમાં દરેક સંસ્થા તેમજ સમાજના હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય હોદ્દેદારો, તેમજ ભાઈઓ-બહેનોનું શબ્દોથી સ્વાગત સહ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
નુતન વર્ષાભિનંદન કાર્યક્રમમાં શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રવક્તાશ્રી ડો. ભરતભાઈ ચૌહાણ ઘેડ વિકાસ સમિતિની પ્રવૃતિઓનો પરિચય આપી ઉપસ્થિત સૌ વડીલો, જ્ઞાતિ અગ્રણીઓ સહીત સંસ્થાના હોદેદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મહેર શક્તિ સેનાના પ્રવક્તાશ્રી રાણાભાઇ ઓડેદરા દ્રારા નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે સૌએ સંગઠિત થઇ નવા વર્ષમાં સારા વિચારો સાથે જ્ઞાતિ કાર્યોને આગળ ધપાવવા અનુરોધ કરેલ.
શ્રી મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખશ્રી જેઠાભાઈ ઓડેદરા દ્રારા નૂતન વર્ષના અભિનંદન પાઠવી જ્ઞાતિના સંગઠનને વધુને વધુ મજબુત બનાવવા સૌનો સાથ સહકાર મળતો રહેશે એવી અપીલ કરી હતી.
શ્રી બરડા વિકાસ સમિતિના અને દેગામ મહેર સમાજના પ્રમુખશ્રી ભીમભાઈ સુંડાવદરા એ સમાજમાં પરિવારની ભાવના વધે અને એકબીજાથી નજીક આવી નવા વર્ષને વધાવી જ્ઞાતિમાં ભાઈચારો અને પ્રેમ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ અને નવા વર્ષની શરૂઆત સારા કાર્યોથી કરી જ્ઞાતિ એકતાને પ્રબળ બનાવવા સૌને શુભકામના પાઠવી હતી.
શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળાના પ્રમુખશ્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવા વર્ષના અવસરે સૌને વ્યસન મુક્ત બનવા અને સૌ સાથે મળી પરિવાર, સમાજ અને દેશને સંગઠિત કરી વિકાસના કાર્યોને આગળ ધપાવવા સૌને અપીલ કરી હતી.
પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના શુભકામના વક્તવ્યમાં સૌને નવા વર્ષના અભિનંદન પાઠવી નવા વર્ષના સંકલ્પના ભાગરૂપે આપણામાં રહેલ સ્વને ઓળખી આપણી નબળાઈઓ તેમજ અધુરપને ઓળખી તેને દુર કરી સૌ સાથે મળી, એકમેકના સાથ સહકારથી જ્ઞાતિ થી રાષ્ટ્રને વિકાસ તરફ દોરી જવા આહ્વાન કરેલ
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાએ નુતનવર્ષના અભિનંદન પાઠવી જ્ઞાતિમાં એકતા અને સંગઠનની ભાવના વધી રહી છે અને સમાજની દરેક સંસ્થાઓ એક સંપ થઈને કાર્ય કરે અને જ્ઞાતિના વિકાસની પ્રવૃતિઓમાં યુવાનો જોડાઈએ મહત્વનું છે સાથે જ્ઞાતિની સંસ્થાઓના બિલ્ડીંગઓની જાળવણી સાથે જ્ઞાતિના શૈક્ષણિક વિકાસનું મહત્વ સમજાવતી સંસ્થાના કાર્ય કરતા રહેવા આહ્વાન કરેલ છે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના સ્થાપક પ્રમુખશ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયાએ જ્ઞાતિની દરેક સામાજિક સંસ્થાને સાંકળીને યોજવામાં આવેલ સમસ્ત મહેર સમાજના સ્નેહ મિલનને આવકારી મજબુત જ્ઞાતિ સંગઠન પર ભાર મૂકી હાજર સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. નવાવર્ષની શરૂઆતમાં નવા વિચારો સાથે જ્ઞાતિના વિકાસ માટે યોગ્ય દિશામાં કાર્યો થાય તે માટે સંકલ્પ કરવાનું આહ્વાન કરી જ્ઞાતિમાં આવેલ સમૃદ્ધિને શિક્ષણ તરફ વાળી છેવાડાના ગામજનોને જોડી જ્ઞાતિના સર્વાંગી વિકાસનો સંકલ્પ કરવા જણાવેલ
શ્રી મહેર શક્તિ સેનાના મહિલા મંડળનાં શ્રીમતિ મંજુલાબેન બાપોદરાએ નવા વર્ષને આવકારવા યોજાયેલ સ્નેહ મિલનમાં સૌને શુભકામના પાઠવી હતી પૂજ્ય માલદેવ બાપુએ આપેલા શિક્ષણ અને સંગઠનના સુત્રને સાર્થક કરવા સૌને જ્ઞાતિ હિતના કાર્યમાં જોડાવાની અપીલ કરી હતી.
શ્રી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી રમાબેન ભૂતિયાએ નવા વર્ષની સૌને શુભકામના પાઠવી જ્ઞાતિના સત્કાર્યોમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.
લંડનથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ નવા વર્ષને આવકારવા યોજાયેલ સમાજની વિવિધ સામાજિક સંસ્થા અને મહેર સમાજ ના હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનોને શુભકામના સંદેશો પાઠવી પોરબંદર ખાતે પ્રથમ વખત યોજાયેલ સ્નેહ મિલનના આયોજન માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા સમાજની દરેક સંસ્થા સાથે મળી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ બને અને દરેક જ્ઞાતિનો વિકાસ તેના મજબુત સંગઠન અને એકતા પર રહેલો છે તો આવો આજે જ આ નવા વર્ષની શરૂઆતમાં સંકલ્પ કરીએ કે જ્ઞાતિની સર્વે સામાજિક સંસ્થાઓ સમાજના મજબુત સંગઠન અને એકતા માટે સમર્પિત થઇ સૌ સાથે મળીને કાર્ય કરીએ.
નિર્વાણધામ આશ્રમનાં પરમાત્માનંદગીરીજીએ નવા વર્ષની શુભકામના પાઠવી નવા વર્ષના સંકલ્પના ભાગરૂપે મતભેદ હોય શકે પરંતુ મનભેદ ન થાય તે વાતની કાળજી રાખવી સમાજમાં તેમજ જ્ઞાતિજનો પ્રત્યે સ્નેહ રાખી સમાજના સત્કાર્યોમાં સહભાગી બનીએ એવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી સ્વામીજી દ્રારા નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ સામાજિક સંસ્થાના સંકલન સમિતિના અધ્યક્ષ રામભાઈ ઓડેદરાએ આભારવિધિમાં જણાવેલ કે પોરબંદર ખાતે સમસ્ત મહેર સમાજના પ્રથમ નુતન વર્ષા સ્નેહમિલનમાં હાજર રહેલ રાજકીય અગ્રણીઓ, તમામ સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિ આગેવાનો તથા ભાઈઓ-બહેનોનો આભાર વ્યક્ત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ માં લીરબાઇ આઈના ચરણોમાં વંદન સાથે દર વર્ષે સમાજની બધીજ સામાજિક સંસ્થાઓ સાથે મળી સંયુક્ત સ્નેહ મિલનનું આયોજન થાય એવી પ્રાર્થના કરી સૌનો આભાર વ્યક્ત કાર્યો હતો.
નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજના યોજાયેલ સ્નેહ મિલનમાં પૂર્વ સાંસદ સભ્યશ્રી ભરતભાઈ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી તથા માલદેવ રાણા કેશવાલા મહેર સમાજના પ્રમુખશ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર વિસ્તારના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાણાવાવ નિર્વાણ ધામ યોગા આશ્રમના પરમાત્માનંદગીરીજી, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખશ્રી ડો.વિરમભાઇ ગોઢાણીયા,જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ પરમાર, પોરબંદર જીલ્લા ભજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર તાલુકા પંચાયત પ્રમુખ હથીયાભાઈ ખુંટી, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી રાજશીભાઇ પરમાર, હરભમભાઈ કેશવાલા, છાયા મહેર સમાજના પ્રમુખશ્રી ભીમભાઈ ઓડેદરા, મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી, , ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીશ્રીઓ પરબતભાઈ ઓડેદરા,અરજનભાઈ બાપોદરા (ગાંડાબાપા), દેવાભાઈ ભૂતિયા, ઝુંડાળા મહેર સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા તેમજ ખીમભાઈ રાણાવાયા, શ્રી મહેર શક્તિ સેનાના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, પ્રવક્તાશ્રી રાણાભાઇ ઓડેદરા, સમાધાન સમિતિના અધ્યક્ષ પ્રિ.નવઘણભાઈ મોઢવાડિયા, મંજુલાબેન બાપોદરા સહિતના સભ્યઓ, મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખશ્રી જેઠાભાઈ ઓડેદરા, દેવદાસભાઈ ઓડેદરા સહિતના સભ્યઓ, રાણાવાવ મહેર સમાજના પ્રમુખશ્રી જેસાભાઈ બોખીરીયા, બરડા વિકાસ સમિતિ તથા દેગામ મહેર સમાજના પ્રમુખશ્રી ભીમભાઈ સુંડાવદરા સહિતના સભ્યઓ, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખશ્રી લીલાભાઈ પરમાર, ડો. ભરતભાઈ ચૌહાણ સહિતના સભ્યઓ, જીલ્લા પંચાયતના અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા, પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી પ્રતાપભાઈ કેશવાલા, રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા,અરજનભાઈ ભૂતિયા, મશરીજીભાઈ ઓડેદરા, રાણાભાઇ શીડા, નાગાજણભાઈ ઓડેદરા,કેશુભાઈ ગરેજા,દેવાભાઈ ઓડેદરા,ખીમભાઈ બાપોદરા, ડો. ભરતભાઈ આગઠ,અરભમભાઈ સુંડાવદરા,અનિલભાઈ ઓડેદરા,માંડણભાઈ સુંડાવદરા,વિરમભાઇ પરમાર, પોપટભાઈ કારાવદરા, બાબુભાઈ કારાવદરા, જુનાગઢ મહેર સમાજમાંથી રાજુભાઈ ઓડેદરા, ધીરુભાઈ દાસા, રામભાઈ ભૂતિયા, ભીમભાઈ ગોરસિયા, કિરીટભાઈ મોઢવાડિયા, અજયભાઈ બાપોદરા, હરદાસભાઈ કેશવાલા, કરશનભાઈ ચૌહાણ, કરશનભાઈ ઓડેદરા, સમીરભાઈ ઓડેદરા, પોપટભાઈ ખુંટી, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતિ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા તેમજ સાથી બહેનો સહિતના મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ દર વર્ષે આ જ રીતે સમાજની દરેક સંસ્થા અને સમાજ એક સાથે મળી અખંડ જ્ઞાતિ ભાવના સાથે નવા વર્ષના સ્નેહ મિલનના આયોજન માટે એકાસુર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.