ધ્રાંગધ્રાંનાં વિરેન્દ્રગઢ કુડા માર્ગમાં વિદેશી દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરી ઝડપી લીધી. - At This Time

ધ્રાંગધ્રાંનાં વિરેન્દ્રગઢ કુડા માર્ગમાં વિદેશી દારૂ ભરેલી કારનો પોલીસે પીછો કરી ઝડપી લીધી.


વિદેશી દારૂની બોટલો નંગ 394 રૂ.2,08,450 તથા અન્ય મુદ્દામાલ રૂ.7,13,450 એમ કુલ મળીને રૂ.9,21,900 નો મુદામાલ કબ્જે કર્યો.

ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારના વિરેન્દ્રગઢ કુડા રોડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 394 કિ.રૂ.2,08450 તથા અન્ય કિ.રૂ.7,13,450 નો મુદ્દામાલ મળી કુલ કી.રૂ.921,900 નો કુલ મુદ્દામાલ સાથે હુન્ડાઇ આઇ 20 ગાડી રજી નં.જીજે.12 ઈઈ 5241 વાળી ગાડી તથા મુકેશભાઇ રૂગનાથરામ ગુરુ જાતે બીસ્નોઇ રહે જોટડા તા. ચીતલવાના જી.સાચોર મુળ રહે ધમાણકા ગોલીયા તા.ધમાના જી.ઝાલોર રાજસ્થાન તથા આરોપી નં.2 ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તા.ધોરીમનાર જી.બાડમેર રાજસ્થાનને પકડી પાડયા છે ધ્રાંગધ્રા તાલુકા સીનીયર પીએસઆઇ આર.જે.જાડેજા સાહેબ તથા ધ્રાંગધ્રા સર્વલન્સ સ્ટાફ નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વિરેન્દ્રગઢ કુડા રોડ પર ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઇ કંપનીની આઇ-20 રજી નં.જીજે.12 ઈઈ 5241 ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલો નંગ 394 કુલ કિ.રૂ.2,08450 તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. 7,13,450 મળી કુલ મુદ્દામાલ કુલ કી.રૂ.9,21,900 નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.