પાટડીના ઘાસપુર રોડ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત - At This Time

પાટડીના ઘાસપુર રોડ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત


પાટડી ઘાસપુર રોડ પાસે મોટર સાયકલ સામ સામે અથડાતા સર્જાયેલા અકસ્માતમા આધેડનુ મોત નીપજ્યું હતું જેમાં ઘાસપુર પાસે ભયજનક વળાંક વાહન ચાલકો માટે જીવલેણ બન્યો હતો આ અકસ્માતની ઘટનામા પાટડી અને ઘાસપુરના વ્યક્તિને ઈજા થઈ હતી જેમાં ઘાસપુરના ઇજાગ્રસ્ત આધેડનુ વિરમગામ ખાતે ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું દસાડા તાલુકાના ઘાસપુર પાસે ભયજનક વળાંક જીવલેણ સાબિત થયો હતો છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ઘાસપુર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વિરમગામ ખસેડવામાં આવ્યા હતા આ ઈજાગ્રસ્તમા એક પાટડી અને એક ઘાસપુર ગામનો હોવાનુ સામે આવ્યું હતું જેમાં સારવાર દરમિયાન ઘાસપુરના 50 વર્ષીય મહંમદ ચૌહાણનુ મોત નિપજ્યું હતું જ્યારે પાટડીનો વ્યક્તિ સારવાર હેઠળ હોવાનું અને સ્થિત નાજુક હોવાની વિગતો સામે આવી છે આ બનાવ અંગે પાટડી પોલીસે અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.