રેલનગરમાં રોડના નામે મળ્યો ગારો-કિચડ, મેટલિંગનો ઈનકાર! - At This Time

રેલનગરમાં રોડના નામે મળ્યો ગારો-કિચડ, મેટલિંગનો ઈનકાર!


રહેવાસીઓએ રજૂઆત કરી તો માત્ર બે ટ્રેક્ટર મોરમ નાખી

રાજકોટને સ્માર્ટ અને સ્વચ્છ કહેવાય છે પણ છેવાડાના તો દૂર શહેરના મહત્ત્વના વિસ્તારો પણ ગંદકી અને અવ્યવસ્થાથી ત્રસ્ત છે, રેલનગર વિસ્તારમાં પણ ગારો-કિચડની મોટી સમસ્યા છે. રેલનગર વિસ્તારમાં રોડ-રસ્તાના નામે નબળા કામને કારણે લોકોને ગારો-કીચડ જ મળ્યા છે. ખાસ કરીને અવધપાર્ક, સુભાષચંદ્ર આવાસ સહિતના લોકો જાણે શહેરની બહાર વસતા હોય તેવી સ્થિતિ થઈ પડી છે.

રોડ બનાવવા તેમજ રિપેર કરવા માટે ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઇ ધ્યાન દોરતું નથી. વારંવાર કહ્યા બાદ મેટલિંગ કરેલા રોડ પર લેવલિંગના બહાને બે ટ્રેક્ટર મોરમ ફેંકીને મનપાના કર્મચારીઓ રવાના થઈ ગયા હતા તેનાથી શેરીનો એક ખૂણો પણ લેવલ થયો નથી અને આખા વિસ્તારની સમસ્યા હલ થઈ ગયાનું કહી ફરિયાદ બંધ કરી દેવાઈ છે. અધિકારીઓ જવાબ ન દેતા પદાધિકારીઓ સુધી પણ રહેવાસીઓ ગયા તો તેઓએ પણ વાતને સાંભળી નહિ અને જોઇ લઇશું તેવો જવાબ આપી દેવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.