ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર ના NSS દ્રારા વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ માં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું યોજાઈ ગઈ - At This Time

ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર ના NSS દ્રારા વડનગર સરકારી વિજ્ઞાન કોલેજ માં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું યોજાઈ ગઈ


ઉચ્ચશિક્ષણ કમિશનર શ્રીની કચેરી, ગાંધીનગર ના NSS શાખા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ આચાર્યશ્રી ડૉ. એ. એસ. પ્રજાપતિ સરના માર્ગદર્શન હેઠળ સદર કોલેજમાં તા.17 અને 18 જુલાઈ એમ બે દિવસ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લેવામા આવ્યો. બંને સ્પર્ધામા કુલ 29 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. સદર કોલેજના અધ્યાપકશ્રીઓ દ્વારા નિર્ણાયક તરીકે ભૂમિકા નિભાવી બેસ્ટ ચિત્ર સ્પર્ધાના તેમજ નિબંધ સ્પર્ધાના વિજેતા નક્કી કરવામાં આવેલ. આ સંપૂર્ણ સ્પર્ધાનું સંચાલન શ્રી વિશાલકુમાર જે સુથાર દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.