ધોલેરા-ધંધુકામાં સ્વામીત્વ યોજના હેઠળ ડ્રોનથી સર્વે કરાશે. - At This Time

ધોલેરા-ધંધુકામાં સ્વામીત્વ યોજના હેઠળ ડ્રોનથી સર્વે કરાશે.


અમદાવાદ જીલ્લાના ધોલેરા-ધંધુકામાં સ્વામીત્વ યોજના હેઠળ ડ્રોનથી સર્વે કરાશે.
જમીન સર્વે બાદ હવે મિલકતોનું સર્વે કરવા ડ્રોન ઊડશે
સર્વે માટે જરૂરી પ્રચાર પ્રસાર કરાયો નથી. લોકો પણ સમગ્ર પ્રક્રિયાથી સાવ અજાણ.
ધંધુકા અને ધોલેરા પંચના સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોનથી મિલ્કતોના સર્વેની કામગીરીનો આવી શરુ થવાનુ ટાઇમટેબલ જાહેર કરી દેવાતા લોકોમાં રોષ જણાઇ રહ્યો છે. યોજના કયા પ્રકારની છે અને તેની તમામ કામગીરીને લઇ લોકોને સમજણ આપવા માટે દરેક ગામોમાં કામગીરી શરૂ થવાના ૧૫ દિવસ પહેલા જ દરેક ગામોમાં ગ્રામસભાઓ ભરીને સમજ આપવાની તથા યોજનાની કામગીરીનો બહોળો પ્રચાર પ્રસાર કરવા માટે નીચલા સ્તરે પણ ફંડ ફાળવાયુ છે. છતા એક પણ ગામમાં આ સંદર્ભે મળતી માહીતી મુજબ કોઇ કામગીરી કરાઈ નથી અને સીધુ જ સર્વે શરૂ કરવાના નિર્ણયને લઇ લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.
ધંધુકા અને ધોલેરા પંથકમાં થોડા વર્ષો અગાઉ ડ્રોન દ્વારા જમીનોના રીસર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે રી-સર્વેની કામગીરી બાદ અનેક છબરડા ઓનો ભોગ જમીન માલીકો બન્યા અને આજે પણ જમીનોના રી સર્વેમાં ભુલોને સુધારવા માટે કચેરીઓના ધકકા ખાઇ રહ્યા છે પણ કોઇ નકકર ઉકેલ આવતી જ નથી. ત્યારે બહુહેતુક સ્વામિત્વ યોજના હેઠળ મિલ્કતોના રી-સર્વેની કામગીરી ડ્રોન દ્વારા શરૂ કરવાની યોજનાને લઇ સમગ્ર કામગીરી માટેનુ ટાઇમ ટેબલ જાહેર કરી દેવાયુ છે. જેમાં ધોલેરાના તાલુકાના ગામોમાં ૧૯ તારીખથી કામગીરી શરૂ કરવામાં આવનાર હતી પરંતુ મળતી માહીતી મુજબ કામગીરી કરનાર એજન્સી હાલ ધોળકામાં કાર્યરત છે અને થોડા ગામો હજુ બાકી હોવાથી આજથી કામગીરી શરૂ થઇ નથી પરંતુ આજથી જ મોટા પ્રમાણમાં વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. જમીન ના રી-સર્વે સમયે સરકારી ભુલોનો ભોગ બનેલા લોકો વર્ષો પછી પણ પોતાની જમીનોના માપમાં થયેલા ફેરફારો ને સુધરાવવા માટે સરકારી કચેરીઓના આંટાફેરા મારી રહયા છે.ત્યારે મિલ્કતોમાં પણ આ પ્રકારનો સર્વે હાથ ધરાશે ત્યારે જો મિલ્કતોમાં પણ જમીનના સર્વે જેમ ભુલો થાય તો ઘર ઘર સુધી ઝગડાઓની ચિંતા લોકો વ્યકત કરી રહયા છે. યોજના લાગુ થાય તે પુર્વે તેની પુરે પુરી સમજ લોકોને આપવામાં આવે તે જરૂરી છે અને તે બાબતે લોકો સરકાર પાસે માંગ પણ કરી રહ્યા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.