શાન્તિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથ યાત્રાનો મોડાસા સહિત ગામેગામ સ્વાગત કરવામાં આવ્યું. - At This Time

શાન્તિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથ યાત્રાનો મોડાસા સહિત ગામેગામ સ્વાગત કરવામાં આવ્યું.


શાન્તિકુંજ હરિદ્વારની જ્યોતિ કળશ રથ યાત્રાનો મોડાસા સહિત ગામેગામ સ્વાગત

૨૦૨૪ થી ૨૦૨૬ બે વર્ષ સમગ્ર ગુજરાતભરમાં આ જ્યોતિ કળશ રથ પરિભ્રમણ કરશે

ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લાના સંયોજક હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર
ગાયત્રી પરિવારના જનક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ અઠ્ઠાણું વર્ષ પહેલાં ૧૯૨૬માં વસંત પંચમી એ પ્રજ્વલિત દિપકના દિવ્ય સાનિધ્યમાં ગાયત્રી મહામંત્રની સાધનાનો શુભારંભ કરેલ.આ અખંડ દીપકના સાનિધ્યમાં તેઓએ ૨૪ વર્ષ સુધી કઠોર ગાયત્રી તપશ્ચર્યા કરી. સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી મહામંત્ર સાધના ,યજ્ઞિય જીવન તેમજ સંસ્કાર પરંપરા જાગૃત કરી. અનેક રચનાત્મક તથા સાધનાત્મક આંદોલનો ચલાવ્યા. આ અખંડ દીપક શાન્તિકુંજ હરિદ્વાર ખાતે આજે પણ અવિરત પ્રજ્વલિત છે. જેને ૨૦૨૬માં સો વર્ષ - શતાબ્દિ થવા જઈ રહેલ છે.
આ ૨૦૨૬ પહેલાં બે વર્ષ અગાઉથી ગુરુદેવ પંડિત શ્રીરામ શર્માજીની સમગ્ર માનવજાતના ઉજ્જવળ ભવિષ્ય માટેના વિચાર ક્રાન્તિ,સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓને જન જન જાગરણ હેતુ ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વારથી આ અખંડ દીપકની જ્યોતિમાંથી દિવ્ય કળશ સ્વરુપે " જ્યોતિ કળશ રથ " યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પવિત્ર જ્યોતિ કળશ રથ ૯ મે ગુરુવારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પહોંચતા સૌએ ભવ્ય સ્વાગત પૂજન કર્યું. ૯ મે થી ૧૨ મે ચાર દિવસ મોડાસા ક્ષેત્રમાં ૫૪ ગામોમાં પરિભ્રમણનું આયોજન ચાલી રહેલ છે. દરેક ગામેગામ ભવ્ય સ્વાગત ,નગરયાત્રા તેમજ હરિદ્વારના સંતોના માર્ગદર્શનમાં માનવીય સેવા સદગુણોના વિકાસના સંકલ્પ લેવાઈ રહ્યાં છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.