માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા - At This Time

માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા


માળીયા હાટીના માં માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ માં દીકરીઓને ભણવા માટે નવા રૂમ બનાવવા માટે રૂ. દસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેનું કામ પૂર્ણ થતાં માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલના રૂમનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે જૂનાગઢ જીલ્લા ના સંસદ રાજેશ ચુડાસમા , જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંધ ના પ્રમુખ લક્ષ્મણભાઇ યાદવ, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, સરપંચ જીતુભાઇ સીસોદીયા, હમીરસિંહ સીસોદીયા સહિતના આગેવાનો એ પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું

કેન્દ્રીય મંત્રી પરસોતમ ભાઈ રૂપાલાએ માળીયા હાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં નવા રૂમ બનાવવા માટે રૂ. દસ લાખની ગ્રાન્ટ આપતા માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમ ભાઈ રૂપાલા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.