મારા ખરાબ સમયમાં ધોની સાથે વાત કરી, ટેસ્ટ કેપ્ટન્સી છોડી તો તેમનો જ મેસેજ આવ્યો: વિરાટ કોહલી - At This Time

મારા ખરાબ સમયમાં ધોની સાથે વાત કરી, ટેસ્ટ કેપ્ટન્સી છોડી તો તેમનો જ મેસેજ આવ્યો: વિરાટ કોહલી


એશિયા કપમાં સુપર ચારમાં ટીમ ઇન્ડિયાને પોતાના પ્રથમ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમે ભારતને પાંચ વિકેટે હરાવીને હારનો બદલો લઇ લીધો છે. આ મેચમાં ભારતના મોટા ભાગની સારી શરૂઆત બાદ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો પરંતુ વિરાટ કોહલી એક છેડે ટકી રહ્યો હતો, તેને 60 રનની ઇનિંગ રમી હતી.

મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં પહોચેલા વિરાટ કોહલીએ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેને કહ્યુ કે તેને ટેસ્ટ ટીમની કેપ્ટન્સી છોડી હતી ત્યારે માત્ર મહેન્દ્રસિંહ ધોનીએ તેને મેસેજ કર્યો હતો. ધોની સિવાય બીજા કોઇ ખેલાડીએ ખરાબ સમયમાં કોહલી સાથે વાત કરી નહતી.

વિરાટ કોહલીએ કહ્યુ, જ્યારે મે ટેસ્ટ કેપ્ટન્સી છોડી, તો મને માત્ર એક વ્યક્તિએ મેસેજ કર્યો અને હું પહેલા તે વ્યક્તિ સાથે રમી ચુક્યો છું, તે વ્યક્તિ એમએસ ધોની છે, કોઇ બીજાએ મને મેસેજ કર્યો નહતો. કેટલાક લોકો પાસે મારો નંબર છે અને કેટલાક લોકો છે જે મને ટીવી પર સૂચન આપે છે. માત્ર એમએસ ધોની હજા જેને મને મેસેજ કર્યો હતો, કેટલાક લોકો પાસે મારો નંબર છે પરંતુ તેમણે મને ટેક્સ્ટ નહતો કર્યો. જ્યારે તમે કોઇની સાથે વાસ્તવિત સમ્માન અને સબંધ રાખો છો તો આ જોઇ શકો છો કારણ કે આ વસ્તુ બન્ને તરફથી ચાલે છે.

મને તેમની પાસેથી કઇ નથી જોઇતુ અને તે મને કઇ નથી ઇચ્છતા. હું તેને ક્યારેય અસુરક્ષિત નહતો અને ના તો તે હતો. હું માત્ર એટલો કહી શકુ છુ કે જો મને કોઇને કહી કહેવુ નથી, તો હું વ્યક્તિગત રીકે કહીશ જો તમે મદદ કરવા પણ માંગો છો. જો તમે મને ટીવી અથવા આખી દુનિયા સામે કોઇ સૂચન દેવા માંગો છો તો આ મારી માટે કોઇ મહત્વ ધરાવતુ નથી. તમે મળીને વાત કરી શકો છો, હું વસ્તુને પુરી ઇમાનદારીથી જોવુ છુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon