સોની વેપારીની દુકાન ખાલી કરાવવા ધોકા-પાઈપ સાથે પ્રતાપ લાવડીયા અને તેના સાગરીતો ઘસી આવ્યા : મહિલા ઇજાગ્રસ્ત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kl4kzb3aaqqmbafz/" left="-10"]

સોની વેપારીની દુકાન ખાલી કરાવવા ધોકા-પાઈપ સાથે પ્રતાપ લાવડીયા અને તેના સાગરીતો ઘસી આવ્યા : મહિલા ઇજાગ્રસ્ત


કોઠારીયા રોડ પર ગત રોજ ભર બપોરે ધડબડાટી બોલી ગઈ હતી. સોની વેપારીની દુકાન ખાલી કરાવવા ધોકા-પાઈપ સાથે પ્રતાપ લાવડીયા અને તેના સાગરીતો ઘસી આવ્યા હતા. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થયા હતા. લીનાબેન સોનીને હાથમાં છરી લાગી જતા તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે ખળભળાટ મચાવતા આક્ષેપો કર્યા છે. આજીડેમ પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદી લીનાબેન કિરીટભાઇ ફિચડીયા (ઉ.વ.- 42, રહે. તિરૂપતી સોસાયાટી શેરી નં-4, કોઠારીયા રોડ, હુડકો ચોકડી પાસે)એ ફરિયાદમાં જણાવ્યું કે, તા.20/3ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ હું તેમજ મારા પતિ કિરીટભાઈ ઘરે હાજર હતા ત્યારે મારા પુત્ર રોહનનો ફોન આવેલ અને જણાવેલ કે, તાત્કાલીક દુકાને આવો પ્રતાપ લાવડીયા તથા તેની સાથેના અજાણ્યા ચારથી પાંચ માણસો ધોકા - પાઈપ લઇ દુકાન ખાલી કરાવવા માટે આવેલ છે. જેથી હું તથા મારા પતિ અમારી જય અંબે મોબાઇલ નામની દુકાન જે રાજકોટ કોઠારીયા રોડ, કનૈયા ચોક ખાતે આવેલ છે ત્યા ગયેલ અને ત્યાં પ્રતાપ લાવડીયા તથા તેની સાથેના માણસો અમને જેમ ફાવે તેમ અપશબ્દો દેવા લાગેલ. દુકાન ખાલી કરી આપવાનું જણાવેલ. જેથી અમે તેઓને અપશબ્દો આપવાની ના પાડતા તેઓ ઉશ્કેરાય ગયેલ અને મને તથા મારા પતિને તેઓ પાસે રહેલ ધોકા-પાઈપથી શરીરે આડેધડ માર મારવા લાગેલ અને તેમાંથી કોઈ અજાણી વ્યક્તિએ છરી કાઢી મને મારવા જતા મે હાથ વચ્ચે નાખતા મારા જમણા હાથમા કાંડાના ભાગે છરીનો ઘા વાગેલ અને મને લોહી નીકળવા લાગતા અને ત્યા માણસો ભેગા થઈ જતા તેઓ બધા ત્યાંથી ભાગી ગયેલ અને બાદમાં અમો રિક્ષા કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ અને મારા પતિને સામાન્ય ઇજા થયેલ હોય તેને ઓપીડી સારવાર લીધેલ હતી
વધુમાં લીનાબેને જણાવ્યું કે, ઉપરોક્ત બનાવનું કારણ એ છે કે, આજથી અગીયાર મહીના પહેલા અમે મયુરસિંહ સતુભા જાડેજા પાસેથી ઉપરોક્ત જણાવેલ દુકાન ખરીદ કરેલ હોય, જે દુકાનના રૂ.7,00,000/- ચુકવવાના બાકી હોય જેથી મયુરસિંહ જાડેજાએ ઉપરોક્ત દુકાન પ્રતાપભાઈ લાવડીયાને વેચેલ હોય જેથી તે અમારી પાસે દુકાન ખાલી કરાવવા આવેલ હતો. પોલીસે પ્રતાપભાઈ લાવડીયા તથા તેની સાથેના અજાણ્યા ચારથી પાંચ માણસો વિરુધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]