આજીવન કેદની સજા ભોગવતા પાંચ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ( લોકલ ક્રાઇમ બ્રાન્ચ ) સાબરકાંઠા - At This Time

આજીવન કેદની સજા ભોગવતા પાંચ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ( લોકલ ક્રાઇમ બ્રાન્ચ ) સાબરકાંઠા


આજીવન કેદની સજા ભોગવતા પાંચ વર્ષથી ફરાર વધુ એક કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ( લોકલ ક્રાઇમ બ્રાન્ચ ) સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિશાલકુમાર વાઘેલા , સાહેબ સાબરકાંઠા નાઓની પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પરથી નાસી જતાં અને જેલમાં પાછા ન ફરતાં આરોપીઓને પકડી પાડવા સુચના કરતાં જે આધારે શ્રી.એમ.ડી.ચંપાવત પો.ઇન્સ . એલ.સી.બી. નાઓને આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પો.સ.ઇ શ્રી બી.યુ. મુરીમા એલ.સી.બી. સ્ટાફને સુચના અને ગાઇડલાઇન પુરુ પાડેલ જે આધારે એ.એસ.આઇ.ઇન્દ્રસિંહ તથા એ.એસ.આઇ રજુસિંહ તથા અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ તથા અ.પો.કો. વિરેન્દ્રકુમાર તથા અ.પો.કો ગોપાલભાઇ ડ્રા.આ.પો.કો.ઇન્દ્રજીતસિંહ તથા ડ્રા.પો.કો.ચંન્દ્રસિંહ તથા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. કલ્પેશકુમાર તથા આ.પો.કો.રાજેશકુમાર તથા આ.પો.કો.નિરીલકુમાર તથા અ.પો.કો.જશુભાઇ વિગેરે સ્ટાફના માણસો સુચના મુજબ તપાસમાં રહેલ હતા જે બાબતે ખાનગી હકિકત જણાઇ આવેલ કે પોશીના પો.સ્ટે.ફસ્ટ પાર્ટે નંબર ૦૯/૨૦૦૯ ઇ.પી.કો.કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ , ૩૦૨,૩૦૭,૩૨૩,૫૦૪,૩૪ મુજબ ગુન્હાના આરોપી ખીમાભાઇ નાથાભાઇ પરમાર ઉ.વ .૩૩ રહે.છત્રાંગ તા.પોશીના જી.સાબરકાંઠા વાળાને આજીવન કેદની સજા થતાં અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી નં . S / ૧૫૩૩૭ થી સજા ભોગવી રહેલ હતો દરમ્યાન આરોપીની પેરોલ રજા મંજુર થયેલ હોય અને આરોપીને તા .૨૮ / ૧૦ / ૨૦૧૭ ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોઇ હાજર થયેલ ન હતો અને નાસતો ફરતો હોય જે બાબતે એલ.સી.બી. સ્ટાફના અ.પો.કો ગોપાલભાઇ પ્રવિણભાઇ બ.નં .૭૩૨ નાઓને હકિકત મળેલ કે ઉપરોક્ત પેરોલ જમ્પ આરોપી બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ ખાતે નામ બદલી રહે છે જે આધારે અગાઉ પણ અવારનવાર પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો દ્વારા પેરોલ આરોપીની તપાસ કરવામાં આવેલ હોય અને બાતમી આધારે ઇકબાલગઢ ડેરી જી.બનાસકાંઠા ખાતે જઇ તપાસ કરતાં સદરી પેરોલ કેદી ખીમાભાઇ નાથાભાઇ પરમાર રહે.છત્રાંગ તા.પોશીના જી.સાબરકાંઠાવાળો મળી આવતાં હિમતનગર એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછરપછ કરતાં પોતે ઉપરોક્ત મર્ડરના ગુન્હામાં પોતે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલ છે અને હાજર થયેલ ન હોય જેને આજરોજ તા .૧૫ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ઇકબાલગઢ ડેરી જી.બનાસકાંઠા ખાતેથી પકડી મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે . આમ , પેરોલ ફર્લો સ્ક્વોડ એલ.સી.બી. સાબરકાંઠાનાઓએ વધુ એક પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલ છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.