હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે દેરાસરી પરિવાર દ્વારા જાનીતડની નાત યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kbfcrvira36muci9/" left="-10"]

હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે દેરાસરી પરિવાર દ્વારા જાનીતડની નાત યોજાઇ


હળવદ એ સમગ્ર વિશ્વમાં છોટા કાશી તરીકે ઓળખાય છે હળવદના ભૂદેવ અને લાડવા પણ જગવિખ્યાત છે. ત્યારે હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે બ્રહ્માણી માતાજીની અસીમ કૃપાથી મણીબેન કાશીરામ દેરાસરી આશીર્વાદથી જેષ્ઠાલાલ કાશીરામ દેરાસરની પ્રેરણાથી ગંગા.સ્વરૂપ દીવ્યબાળાબેન જેષ્ઠાલાલ દેરાસરી પ્રથમ પુણ્ય સ્મૃતિ નિમિતે હળવદ બ્રહ્મસમાજની વાડી ખાતે ત્રણ ફેબ્રુઆરી શનિવાર બપોરના જાનીતડની નાતનો જમણ વાર યોજાયો હતો.જેમા ભુદેવો શ્ર્લોક ની રમઝટ બોલાવી હતી.આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નાત જમણવારમાં દેરાસરી પરિવારના ધીરેનભાઈ, અશ્વિનભાઈ, હિતેશભાઈ, સોનલબેન, અલ્પાબેન, મનિષાબેન, દિવ્યાંગ, મિત, મન સહિતના દેરાસરી પરિવાર મુંબઈથી ખાસ ઉપસ્થિત રહી જાની તડની નાતનું સુંદર આયોજન કર્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]