ધૂળેટીએ રાજકોટમાં લોહીયાળ જંગ, પિતાએ જ કરી 3 માસની પુત્રીની હત્યા, પત્ની તેમજ પુત્ર ગંભીર રીતે ઘાયલ - At This Time

ધૂળેટીએ રાજકોટમાં લોહીયાળ જંગ, પિતાએ જ કરી 3 માસની પુત્રીની હત્યા, પત્ની તેમજ પુત્ર ગંભીર રીતે ઘાયલ


તહેવાર નિમિતે શહેરના પોશ વિસ્તાર માંથી ચોકાવનારા સમાચાર આવ્યા છે. શહેરના ઇન્દિરા સર્કલ પાસે આવેલા જનતા એપાર્ટમેન્ટમાં આજરોજ વહેલી સવારે પિતાએ પોતાના જ પરિવારજનો પર હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
સમગ્ર ઘટના મુજબ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજરોજ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ આરોપી પ્રેમસંગ નેપાળીએ પોતાના જ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્રણ માસની દીકરી લક્ષ્મીનું સમગ્ર બનાવમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કે ચાર વર્ષનો પુત્ર નિયત તેમજ 25 વર્ષીય બસંતીને છરી મારતા વધુ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયાછે
હાલ લક્ષ્મીનું અવસાન થતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. આ સમગ્ર ઘટનામાં પ્રેમસંગની પત્નીનું નિવેદન ચોકાવનારું છે. બસંતીએ પોલીસને કહ્યું હતું કે 'મારો પતિ પ્રેમસંગ નેપાળી માનસિક રીતે અસ્થિર છે. તેને ''માતાજી'' આવતા તેણે અમારા પર હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે, પરિવારના બધાને મારી નાખ એટલે એણે અમારા પર છરી વડે હુમલો કર્યો.”
હાલ સ્થાનિક પોલીસે પ્રેમસંગની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.