શહેરા તાલુકાની ધમાઈ પ્રાથમિક શાળાના 64મો સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ - At This Time

શહેરા તાલુકાની ધમાઈ પ્રાથમિક શાળાના 64મો સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ


શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ધમાઈ ખાતે આવેલી પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરવામા આવી હતી,જેમા મુખ્ય મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા, સહિત શિક્ષકો આચાર્ય સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા ખાતે આવેલી ધમાઈ પ્રાથમિક શાળા ખાતે તેના સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી હતી.શાળાના સ્થાપના દિવસના કાર્યક્રમને દિપ પ્રાગ્ટય કરીને ખુલ્લો મુકવામા આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનો કાર્યક્રમ કરીને વિવિધ કૃતિઓ રજુ કરી હતી,પ્રાર્થના કરીને કાર્યક્રમની શરુઆત કરી હતી.શાળાના સ્થાપના દિવસ નિમિતે શુભકામનો પાઠવામા આવી હતી.તાલુકા વિકાસ અધિકારીએ રણજીતસિંહ માટીએડાએ જણાવ્યુ કે શાળાની સ્થાપનાનને 63 વર્ષ પુરા થયા છે અને 64 વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 75 કામો સુચવીને ગયા તે પૈકીનો આ કાર્યક્રમ છે. પ્રાથમિક શાળાનો જન્મદિવસ ઉજવાથી માટે ભુતકાળના વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થાય અને સંબધો અને લાગણી અને ભાવના બંધાય છે. પ્રાથમિક શાળામા કોઈ પણ નાગરિક આવીને શાળાને લઈને ધ્યાન પણ દોરી શકે છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.