કડકડતી ઠંડીના માહોલ વચ્ચે વયોવૃધ્ધોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું - At This Time

કડકડતી ઠંડીના માહોલ વચ્ચે વયોવૃધ્ધોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું


શહેરા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા માનવ સેવા એજ પ્રભુ સેવાના સુત્રને સાર્થક કરતુ કામ સામાજીક કાર્યકર્તાઓ દ્વારા કરવામા આવ્યુ છે. જેમા કડકડતી ઠંડીમા ગ્રામીણ વિસ્તારના જરુરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામા આવ્યુ હતું
મુળ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જેઓનુ મુળ વતન છે. જેઓ અમદાવાદ,સુરત વડોદરા જેવા શહેરોમાં ધંધારોજગાર કે પછી સરકારી અને ખાનગી નોકરી સાથે સંકળાયેલા છે.અને સમાજમાં પોતાનુ યોગદાન આપીને સામાજીક સેવા કરે છે.તેવા તમામે આ વખતે જરુરિયાત મંદ લોકો માટે ધાબળા અને કંબલ આપવાનું નક્કી કરવામા આવ્યું.શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારના વયોવૃધ્ધોને ગરમ ધાબળાનું વિતરણ કરવામા આવ્યુ હતુ.

રિપોર્ટર,વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.