ભાભર નો 11 વર્ષ નો હેત જૈન સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરશે... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k2oxzxtxopxkscjw/" left="-10"]

ભાભર નો 11 વર્ષ નો હેત જૈન સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરશે…


ભાભર નો 11 વર્ષ નો હેત જૈન સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરશે...

ભાભર ના જૈન પરિવાર નો એક નો એક દીકરો દીક્ષા ગ્રહણ કરશે....

એકજ પરિવાર ના સગા ભાઈ બહેન તેમજ કાકા ની દીકરી કુલ ત્રણ જણ સાથે દીક્ષા ગ્રહણ કરશે...

લોકો દીકરા પ્રાપ્તિ માટે શ્રદ્ધા તેમજ બાધાઓ રાખીને દીકરાઓને ભગવાન જોડે માગતા હોય છે દીકરા નો જન્મ થાય એટલે પરિવાર માં ખુશી જોવા મળે છે દીકરો પોતાનો વંશ વધારે છે જેથી લોકો ભગવાન પાસે પુત્ર ની માગણી કરે છે પરંતુ અત્યાર ના હડા હડ કળયુગ માં પણ ભાભર જૈન પરિવાર નો એકનો એક દીકરો જેની ઉમર પણ નાની 11 વર્ષ નો હેત કુમાર કમલેશ ભાઈ મૂજપુરા જે ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો એ સંસાર છોડી દીક્ષા લેવા નો દ્રઢ નિર્ણય કરેલ ત્યારે પરિવાર પણ અચંબિત થઈ ગયેલ કે જે દીકરો નવા નવા મોંઘા રમકડાં નો શોખ ધરાવતો હતો તેના માં દીક્ષા નો ભાવ જાગતા માતા પિતા તેમજ દાદા દ્વારા કહેતા કે તારી હજી ઉમર નાની છે થોડો મોટો થઈને પછી દીક્ષા લે તેવું જણાવતા હેત દ્વારા એક જ શબ્દ વાપરવામાં આવ્યો મારે હવે દિક્ષા લેવી છે મારે ગુરુજી ની સાથે રહી ભક્તિ માર્ગ માં જવું છે અને તેની આ જીદ સામે પરિવાર પણ જુકી ગયો અને હેતને દીક્ષા લેવા માટેની મંજૂરી આપી...
અમદાવાદ મુકામે 22 એપ્રિલ ના દિવસે ગુરુ ભગવંત યોગતિલક સુશ્વરજી મા. સા ના સાનિધ્ય માં દીક્ષા સમારોહ યોજવાનો હોઇ જેમાં જેમાં કુલ 35 લોકો દીક્ષા ગ્રહણ કરવાના છે જેમાં ભાભર ના કુલ 4 મુમુક્ષો દીક્ષા ગ્રહણ કરશે જેને લઇ ભાભર નગર જૈન સંઘ માં ખુશી જોવા મળી રહી છે આ દીક્ષા સમારોહ માં એકજ પરિવાર ના ત્રણ ભાઈ બહેનો દીક્ષા લઈ રહા છે જે ખુશી ની વાત છે તેના પણ બે સગા ભાઈ બહેન જેઓ એ આટલી ઉમર માં ફક્ત 4 વાર બહાર ની હોટલ માં ફરવા ગયેલ છે તેમજ 1 વાર ટોકીજ ફિલ્મ દેખેલ છે જેઓ 22 તારીખે દીક્ષા ગ્રહણ કરશે તથા એક કાકા ની દીકરી પણ સાથે દીક્ષા ગ્રહણ કરશે
હેતકુમાર કમલેશ ભાઈ મુજપૂરા તેમજ સંયમી બેન. કમલેશ ભાઈ મુજપુરા બંને સગા ભાઈ બહેન છે ભાઈ બહેન ની જોડકી છે તેમજ કમલેશ ભાઈ ની મોટી દીકરી એ પણ પાંચ વર્ષ અગાઉ દીક્ષા ગ્રહણ કરી હતી .
કમલેશ ભાઈ ના ત્રણ સંતાનો એ દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે જે કમલેશ ભાઈ મુજપુર ના પરિવાર માટે ગર્વ ની વાત છે તેમજ
કમલેશ ભાઈ ના પરિવાર જનો માં કમલેશ ભાઈ ની 2 બહેનો 1 દીકરી 2 ભાણેજ દ્વારા દીક્ષા ગ્રહણ કરવામાં આવી છે
મુમુક્ષ હેત કુમાર ને દીક્ષા લેવા ના નિર્ણય વિશે પૂછતાં જણાવ્યું હતું પરિવાર પહેલા થી ધાર્મિક પર્વુતી માં જોડાયેલ છે ઘર માં ધાર્મિક વાતાવરણ છે તેમજ ભાભર મુકામે
ગુરુ ભગવંત નું ચોમાસુ હતું તે દરમિયાન ગુરૂબભગવંત યોગ તિલક સુરી માં.સા .જોડે રહેતો હતો
તે દરમિયાન ભાવ જાગતા દીક્ષા લેવાની નિર્ણય કર્યો છે
દીક્ષા લેવા ની પરિવારે ના પાડતા કહ્યું થોડા સમય પછી દીક્ષા લેવા નું કહ્યું પરંતુ તે ના માન્યો અને મને પરિવારે દીક્ષા લેવા ની રજા આપી છે

કમલેશ ભાઈ મુજપૂર દ્વારા પોતાના પરિવાર માં દીક્ષા નો ભાવ જાગે તે માટે 8 વર્ષ થી કેરી ખાવા ની બંધ કરેલ છે
તેમજ 18 વર્ષ થી મીઠાઈ ખાવા ની બંધ કરેલ ...

ભાભર જૈન સંઘ ..
અત્યાર સુધી ભાભર તીર્થ માં 200 થી વધુ લોકો એ દીક્ષા લીધેલ છે ..
ભાભર માં વસતા જૈન સમાજ ના લોકો ના દરેક કુટુબ માં દરેક સભ્ય એ દીક્ષા લીધેલ છે જે ભાભર તીર્થ માટે ગૌરવ ની વાત છે .....

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]