ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k-rajesh-was-sent-to-jail-after-completion-of-remand-in-corruption-case/" left="-10"]

ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલાયા


અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારસુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશને અમદાવાદ મીરઝાપુર સ્થિત સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે જયુડીશીયલ કસ્ટડીમાં એટલે કે, સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઇડીએ હાલના તબક્કે તપાસ પૂરી થઇ છે એમ કહી રાજેશના વધુ રિમાન્ડ ના માંગ્યાઇડીના અધિકારીઓએ કે.રાજેશના પહેલા ચાર દિવસના અને પછી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેની મુદત આજે પૂરી થતાં કે.રાજેશને સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં રજૂ કરાયા હતા. જે દરમ્યાન ઇડીના અધિકારીઓએ કોર્ટને જણાવ્યું હતું કે, હાલના તબક્કે આ કેસની તપાસ પૂરી થઇ છે અને તેથી હવે વધુ કોઇ રિમાન્ડની જરૂર નથી એમ કહી ઇડીએ વધુ રિમાન્ડ માંગ્યા ન હતા. ઇડીની રજૂઆત ધ્યાનમાં લીધા બાદ સ્પેશ્યલ પીએમએલએ કોર્ટે આરોપી કે.રાજેશને સાબરમતી જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]