શૈલેષ ભંડારીએ શેરહોલ્ડર્સના મહેનત-પરસેવાના કરોડો રૂ.ડુબાડયા - At This Time

શૈલેષ ભંડારીએ શેરહોલ્ડર્સના મહેનત-પરસેવાના કરોડો રૂ.ડુબાડયા


- શૈલેષ ભંડારીની આગોતરાનો ફરિયાદપક્ષ- અને સીઆઇડી ક્રાઇમ તરફથી સખત વિરોધઅમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં આરોપી એમડી શૈલેષ ભંડારી દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો આજે ફરિયાદપક્ષ અને સીઆઇડી ક્રાઇમ તરફથી બહુ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને આરોપીને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન નહી આપવા મહત્વપૂર્ણ સોગંદનામા રજૂ કરવામાં આવ્યા હતા. ફરિયાદપક્ષ તરફથી કોર્ટનું ખાસ ધ્યાન દોરાયું કે, આરોપી શૈલેષ ભંડારીએ કંપનીના એમડી હોવાના નાતે તેના મળતીયાઓના મેળાપીપણામાં બહુ યુકિતપૂર્વકનું કૌભાંડ આચરી નિર્દોષ છ હજારથી વધુ શેર હોલ્ડરોના મહેનત-પરસેવાના કરોડો રૂપિયા ડુબાડયા છે અને તેઓની સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી તેમના નાણાંની ઉચાપત કરી છે. વળી આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન, આર્મ્સ એકટ સહિતના વિવિધ ગુનાઓ પણ નોંધાયેલા છે ત્યારે તેને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપવા જોઇએ નહી. રૂ.૧૦૦ કરોડની ઉચાપત કેસમાં ભંડારીની આગોતરામાં સીઆઇડી અને ફરિયાદપક્ષના સોંગદનામા કોર્ટમાં રજૂએડિશનલ સેશન્સ જજ બી.એસ.ચૌહાણે ફરિયાદપક્ષ અને સીઆઇડી ક્રાઇમ તરફથી રજૂ થયેલા સોગંદનામાં રેકર્ડ પર લઇ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો અનામત રાખ્યો હતો. અદાલત દ્વારા તા.૨૦મી ઓગસ્ટે ભંડારીની આગોતરા જામીન અરજી પર ચુકાદો સંભળાવાય તેવી શકયતા છે. આજે ફરિયાદપક્ષ સિધ્ધાર્થ ભંડારી તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ સોગંદનામા રજૂ કરી કૌભાંડની કેટલીક ચોંકાવનારી હકીકતો પરત્વે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આ ઇલેક્ટ્રોથર્મ કંપનીના છ હજારથી વધુ શેર હોલ્ડર્સના જાહેરનાણાંની ઉચાપતનો બહુ મોટો અને ગંભીર કેસ છે. આરોપી શૈલેષ ભંડારીએ અન્ય આરોપીઓના મેળાપીપણામાં રૂ.૧૦૦ કરોડની બહુ સિફતતાપૂર્વક ઉચાપત કરી હતી. જેમાં રૂ.૭૩.૫૦ કરોડ હોંગકોંગ બેઝડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ.૨૬ કરોડ સિંગાપોરની કેસલ સાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાકીય ભંડોળની જબરદસ્ત ઉચાપત કરાઇ હતી. આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલસાઈન પાસેથી હોમ સ્ટ્રીપ્સ મિલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતું પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મિલ પ્રોડક્ટ ઇલેક્ટ્રોથર્મમાં આવ્યા જ નથી. એટલું જ નહીં આરોપીઓએ એવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે. આ કોલસો બારોબાર વિકટ્રી રીચ ટ્રેડિંગ પ્રા.લિ ને વેચી માર્યો છે એટલું જ નહીં આરોપી એમડી શૈલેષ ભંડારીએ કોઈપણ કાયદાકીય પ્રોસિજર અનુસર્યા વિના રૂપિયા ૩૪ કરોડ વર્ષ ૨૦૧૫-૧૬ માં વિક્ટ્રી રિચ ટ્રેડિંગ લિ.ની તરફેણમાં રાઇટ ઓફ કર્યા હતા. ઉપરાંત અગાઉ ૨૦૦૭ માં પણ કેસલસાઇન પીટીઇ લિ માં સ્ક્રેપ ખરીદવા રૂપિયા ૧૨.૩૧ કરોડની એસબીઆઇ માંથી લેટર ઓફ ક્રેડીટ મારફતે ટ્રાન્સફર કર્યા હતા. આમ શૈલેષ ભંડારી અને તેના મળતિયાઓ દ્વારા ઇલેક્ટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળનો દુરુપયોગ અને નાણાકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રકારનું, ગંભીર અને સંવેદનશીલ કૌભાંડ આચરાયું હતું. આરોપીએ કંપનીના સેંકડો નિર્દોષ શેરહોલ્ડર્સના મહેનત-પરસેવાના કરોડો રૂપિયા ડુબાડી તેઓની સાથે ગંભીર પ્રકારનો વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યા છે ત્યારે કોર્ટે શેરધારકોના હિતને પણ ધ્યાનમાં લેવું જોઇએ. ફરિયાદપક્ષ અને સીઆઇડી ક્રાઇમની મહત્વની દલીલો- આરોપી શૈલેષ ભંડારી અને તેના મળતીયાઓ દ્વારા સેન્ટ્રલ બેંકમાંથી રૂ.૪૮૦ કરોડની લોન લઇ તે ભરપાઇ નહી કરતાં બેંક દ્વારા નોંધાવેાયેલી ફરિયાદ એ અલગ ફરિયાદનો કેસ છે- જયારે પ્રસ્તુત કેસમાં કંપનીના ખાસ કરીને શેરધારકોના મહેનત પરસેવાના રૂ.૧૦૦ કરોડના નાણાંની ઉચાપત કરાઇ છે- આરોપીએ કોલસો કે સ્ક્રેપ મંગાવવાના બહાને તે કંપનીમાં આવ્યા વિના બારોબાર જ બોગસ ફર્મને વેચી મારવાનું કાગળ પરનું કૌભાંડ આચરી રૂ.૧૦૦ કરોડની ઉચાપત કરી - સીઆરપીસીની કલમ-૪૩૮ મુજબ, જો કોઇ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો તેને આગોતરા જામીન આપી શકાય નહી- આરોપી શેૈલેષ ભંડારી વિરૂધ્ધ પ્રોહીબીશન, આર્મ્સ એકટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, આમ તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે- આરોપીએ કંપનીના ઉચાપત કરેલા રૂ.૧૦૦ કરોડ કયાં વાપર્યા અને તેનું શું કર્યું તે સહિતના મુદ્દાઓની તપાસ માટે આરોપી શૈલેષ બંડારીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે- આ સમગ્ર કૌભાંડમાં અન્ય આરોપઓ ઉપરાંત વિદેશી કંપનીના લોકો પણ સંડોવાયેલા છે, તે બાબતે પણ પૂછપરછ કરી તપાસ કરવાની છે, તેથી આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન કરવી પડે તેમ છે- સુપ્રીમકોર્ટે પણ આરોપીઓની તમામ રાહત પાછી ખેંચી લીધી છે અને ઠરાવ્યું છે કે, આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય ગુનાહિત કૃત્યનો કેસ બને છે ત્યારે આરોપીને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન ના આપી શકાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon