નૂરાં સિસ્ટર્સમાંની એક જ્યોતિની પતિ દ્વારા મારપીટઃ 20 કરોડ ખાઈ ગયો

નૂરાં સિસ્ટર્સમાંની એક જ્યોતિની પતિ દ્વારા મારપીટઃ 20 કરોડ ખાઈ ગયો


- ૨૦૧૪માં લવ મેરેજ કર્યાં હતાંઃ સિંગિંગની આજીવન કમાણીમાંથી જ્યોતિ પાસે માંડ ૯૨ હજાર રુપિયા રહ્યામુંબઈફિલ્મ હાઈવેનાં પટાખા ગુડી અને તનુ વેડ્સ મનુ રિટર્ન્સનાં ઘની બાવરી સહિતનાં લોકપ્રિય ગીતો ગાનારી નૂરાં સિસ્ટર્સમાંની એક જ્યોતિની આજીવન કમાણીના ૨૦ કરોડ રુપિયા તેનો પતિ કુણાલ પસી સાફ કરી ગયો છે. કેટલાંય વર્ષોથી તે પતિ દ્વારા મારપીટનો પણ ભોગ બની રહી છે. આખરે જ્યોતિએ પતિ સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. જ્યોતિ અને તેની બહેન સુલ્તાના નૂરાં સિસ્ટર્સ તરીકે જાણીતાં છે. બંને પંજાબના સુફી સંગીતકારના પરિવારમાંથી આવે છે. ૨૦૧૪માં જ્યોતિએ પરિવારની ઉપરવટ જઈને કુણાલ પસી સાથે લગ્ન કર્યા ંહતાં. જ્યોતિના જણાવ્યા અનુસાર લગ્ન પછી માંડ એક વર્ષ સુધી બધું સમુસુતરું ચાલ્યું હતું. તે પછી કુણાલે નશામાં ભાન ગુમાવી તેના પર હાથ ઉપાડવાનો શરુ કર્યો હતો. જ્યોતિને બોલિવૂડ ફિલ્મો તથા અન્ય મ્યુઝિકલ શોમાંથી જે પણ આવક થતી હતી તેનો બધો હિસાબ કુણાલ જ રાખતો હતો. કુણાલ તેના કેટલાય પૈસા નશામાં બરબાદ કરી ચૂક્યો છે. જ્યોતિના આક્ષેપ અનુસાર તે અત્યાર સુધીમાં ૨૦ કરોડ જેટલા કમાઈ છે તે બધા જ કુણાલ સાફ કરી ગયો છે. તેની પાસે હાલ માંડ ૯૨ હજાર જેટલી રકમ બચી છે. પરિવારની પ્રતિષ્ઠા, કારકિર્દી અને ખાસ તો વૃદ્ધ માં-બાપને પીડા ના થાય તે માટે તે અત્યાર સુધી ચુપ રહી હતી. પરંતુ, આખરે તેણે કુણાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને છૂટાછેડા માટે અરજી પણ ફાઈલ કરી છે. જ્યોતિના જણાવ્યા અનુસાર તેણે પતિ માટે પરિવાર છોડયો હતો અને કારકિર્દીમાં પણ ઘણાં સમાધાનો કર્યાં હતાં. પરંતુ, કુણાલે તેને પૈસા કમાવવાનું એક સાધન માત્ર બનાવી દીધી હતી. તે તેને વધારે ને વધારે શો માટે બહુ જ દબાણ કરતો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »