દૂધના ભાવમાં હજુ વધારો થશે - At This Time

દૂધના ભાવમાં હજુ વધારો થશે


કેટલાક ખાદ્ય પદાર્થો પરથી ટેક્સ છુટ પાછી ખેંચી લેવામાં આવી છે દહીં દૂધ છાશ વગેરે ના ભાવ માં મોટો વધારો થશે
તાજેતરમાં જ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક ખાદ્ય પદાર્થો અને કેટલાક પ્રકારના અનાજ પરની કર છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે અને હવે તેની નકારાત્મક અસર બજારમાં અને લોકોના જીવનમાં જોવા મળશે અને દૂધમાં તેમ જ દૂધની બનાવટની અનેક ચીજો ના ભાવમાં મોટો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળવાના બદલે એક પછી એક બીજી ચીજોના ભાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે દૂધ અને તેની બનાવટ ના અનેક પ્રકારના ઉત્પાદનમાં ટૂંક સમયમાં જ વધારો થવાનો છે તેમજ પેકેટ બંધ ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ મોટો વધારો થવાનોછે પેકેટ માં મળતું દૂધ પણ મોંઘુ થવાનું છે.બજારના નિષ્ણાંતો નો એવો અભિપ્રાય છે કે જીએસટી કાઉન્સિલ ના ઉપરોક્ત નિર્ણયને પગલે ડેરી કંપનીઓને ખર્ચમાં ખૂબ જ વધારો થઈ જશે અને એટલા માટે દૂધ અને દૂધની બનાવટ ના ભાવમાં વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.
અત્યાર સુધી દહીં અને છાશ જેવી ખાદ્ય ચીજો કર મુક્ત હતી પરંતુ હવે તેને પાંચ ટકા ના બ્રેકેટમાં લઈ જવામાં આવી તે માટે તેના ભાવમાં વધારો નિશ્ચિત છે અને ડેરી કંપનીઓ ની કુલ આવકમાં ૧૫થી ૨૫ ટકા ભાગીદારી દહીં અને છાશ ના વેચાણની રહેલી છે અને હવે તેમાં જ તેમને મોટો ફટકો પડશે અને ભાવમાં વધારો કરવામાં આવતાં વેચાણ પર પણ વિપરિત અસર પડવાની સંભાવના છે પરંતુ ભાવ વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ દેખાતો નથી અને ટૂંક સમયમાં જ આ તમામ ચીજોના ભાવ મોટો વધારો થવાનો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.