શાબ્દિક હિંસા તલવાર ની ધાર થી પણ તેજ                                                                              બહાર થી બુદ્ધિજીવી પાકટ દેખાતા બુદ્ધિ ના લઠ મુંગા રહે તો પણ દેશ ની સૌથી મોટી સેવા  મોવડી એ શિસ્ત માટે વંઢી જાય તે પહેલાં વાહોદો કરવો જોઈ એ - At This Time

શાબ્દિક હિંસા તલવાર ની ધાર થી પણ તેજ                                                                              બહાર થી બુદ્ધિજીવી પાકટ દેખાતા બુદ્ધિ ના લઠ મુંગા રહે તો પણ દેશ ની સૌથી મોટી સેવા  મોવડી એ શિસ્ત માટે વંઢી જાય તે પહેલાં વાહોદો કરવો જોઈ એ


શાબ્દિક હિંસા તલવાર ની ધાર થી પણ તેજ                                                                              બહાર થી બુદ્ધિજીવી પાકટ દેખાતા બુદ્ધિ ના લઠ મુંગા રહે તો પણ દેશ ની સૌથી મોટી સેવા 

મોવડી એ શિસ્ત માટે વંઢી જાય તે પહેલાં વાહોદો કરવો જોઈ એ

શાબ્દિક હિંસા તલવાર ની ધાર થી પણ તેજ બહાર થી પરિપક્વ પાકટ બુદ્ધિજીવી દેખાતા બુદ્ધિભ્રષ્ટ નેતા ઓની શાબ્દિક હિંસા ના વરવા પરિણામો જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું પતન ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી અને તંત્ર માટે વેઠ વધારનાર છે સાર્વભૌમત્વ ની અખંડીતા કોમી એકેયતા ભાતૃપ્રેમ સામાજિક સંવાદિતા જોખમાય તેવા વારંવાર નિવેદનો પછી માફી માંગી હલકટ માનસિકતા નો પરિચય આપતા નફ્ટ નેતા ઓની શાબ્દિક હિંસા એ દેશ ને લાભ કરતા નુકશાન વધુ કર્યું છે ક્યારેક ધર્મ કે જાતિ ભાષા સંસ્કૃતિ ના નામે તો ક્યારેક શાસક વિપક્ષ ની નીતિ ઓના નામે વાતવાતમાં વિરોધ તંદુરસ્ત લોકશાળી માટે વિરોધ જરૂરી છે અને તે પણ વિવેક પૂર્વક નો વિરોધ વ્યાજબી છે પણ વાતવાતમાં તો નહીં જ આઝાદી ના ૭૫ વર્ષ બાદ પણ લોકશાહી ના હાર્દ ને પુરા સમજ્યા જાણ્યા વગર ખોટી રીતે વિરોધ કરી અમલ થી બદનામ અને અધકચરો અમલ કરવાની હલકી માનસિકતા રહી છે પછી સરકારી યોજના ઓ હોય કે બંધારણ વારંવાર દોષ બંધારણ નો કાઢવા માં આવે છે અમલ કરતાં  ઓનો નહિ રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે નેતૃત્વ કરતા રાજકીય પાર્ટી ઓના નેતા ઓ બહાર થી પરિપક્વ પાકટ દેખાતા ડગલાંધારી મોટા ભાગે બુદ્ધિભ્રષ્ટ છે નેતા ઓમાં શાલીન મિતભાષી નિપુણ સાંસ્કૃતિક સર્વ સંપન્ન ગુણો નથી બાપ નો બિઝનેસ બુદ્ધિ ના લઠ આગળ વધારે તેમ વંશ પરંપરાગત રાજકારણ હોય ? રાજકીય પાર્ટી ઓ ગમે તે હોય પણ તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી સિસ્ટમ દરેક પક્ષ પાર્ટી માં જોવા મળે છે શિસ્ત પ્રોટોકોલ સિદ્ધાંત વગર સંગઠન વધારવા ગમે તેને હોદા પદ આપવા નું અનર્થ ચાલે છે પક્ષાતંર કાયદો પણ કારગત નથી શામ દામ દંડ ની નીતિ થી પક્ષપલ્ટો સામાન્ય બની ગયો છે મતદારો એ ભરોસો કર્યા પછી વિશ્વાસઘાત કરનાર પાટલી બદલું પક્ષ ને વફાદાર ન રહે તે પ્રજા માટે વફાદાર રહે ? બટકું રોટલો નાખવા થી કૂતરું વફાદાર રહે છે આતો કૂતરા માંથી પણ ગયા છે અત્રે નેતા ઓની શાબ્દિક હિંસા ની સિઝન ચાલે છે દરેક પાર્ટી પક્ષ પ્રતિસ્પર્ધી ને પાડી દેવા મેદાને છે એકદમ હલકીવિચાર સરણી એ નિવેદનો કરી માનસિકતા પ્રગટ નાર નફ્ટ નેતા ઓ મુંગા રહે તો દેશ ની સૌથી મોટી સેવા છે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા સંસ્કૃતિ કે મહા પુરુષો વિશે વર્ગવિગ્રહ થાય તેવા નિન્મ સ્તર ની રાજનીતિ ક્યાં જઈ ને અટકશે રામ જાણે ખોટો તર્ક ટીવી ડિબેટ લવારો લેશન વગર નું ભાષણ સોશ્યલ મીડિયા વોર સહિત પ્રચાર માધ્યમો માં કાગારોળ મચાવતા નફટ નેતા ઓ વાસ્તવિક સમસ્યા માટે આટલું જોર એક થઈ ને બતાવે તો સમસ્યા ઉભી રહે ખરી ? શાસક હોય કે વિપક્ષ એક બીજા ને ઉતારી પડવા માં રચ્યા પચ્યા રહે છે પણ સમસ્યા ઉકેલવા એકેય આગળ આવે છે ખરો ? બુદ્ધિ ના લઠ મુંગા રહે તો સૌથી મોટી દેશ સેવા જ છે મોવડી એ શિસ્ત માટે વંઢી જાય તે પહેલાં વાહોદો કરવો જોઈ એ

નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.