વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને ભવ્યાતિભવ્ય આવકાર આપવા થનગનતુ રંગીલુ રાજકોટ : બપોર બાદ આગમન : ભવ્‍યાતિભવ્‍ય રોડ શો - જાહેરસભા : કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ : ખાતમુર્હુત - At This Time

વિશ્વના સૌથી લોકપ્રિય નેતાને ભવ્યાતિભવ્ય આવકાર આપવા થનગનતુ રંગીલુ રાજકોટ : બપોર બાદ આગમન : ભવ્‍યાતિભવ્‍ય રોડ શો – જાહેરસભા : કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ : ખાતમુર્હુત


વિશ્‍વના સૌથી વધુ લોકપ્રિય, યશસ્‍વી અને ર્ધ્‍ધદ્રષ્‍ટા વડાપ્રધાનને આવકાર આપવા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઇને સમગ્ર શહેરમાં કેસરિયો માહોલ છવાયો છે એટલુ જ નહિ જે રૂટ પર વડાપ્રધાનનો રોડ - શો અને જાહેર સભા યોજાવાનીછે તે રેસકોર્ષનો નજારો તો ચાર ચાંદ લગાડી દીયે તેવો છે. વડાપ્રધાન પોતાની રાજકોટની મુલાકાત દરમ્‍યાન કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ શહેરીજનોને આપવાના છે. વડાપ્રધાનની રાજકોટ યાત્રાને યાદગાર બનાવવા ભાજપે કોઇ કસર છોડી નથી. માહોલ એવો છે કે જાણે રાજકોટમાં દિવાળી આજે હોય.
આજે બપોરે વડાપ્રધાન અમદાવાદથી રાજકોટ આવી પહોંચ્‍યા હતા અને ટુંકી સ્‍વાગત વિધિ બાદ તેઓ હેલીકોપ્‍ટરમાં જુનાગઢ જવા રવાના થયા હતા જયાં જાહેરસભા- વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ ફરી રાજકોટ આવશે અને પછી ત્‍યાંથી રેસકોર્ષ સુધીનો ભવ્‍યાતિભવ્‍ય રોડ-શો યોજવામાં આવશે તેમનું સૌરાષ્‍ટ્રની લોકપરંપરા અનુસાર સ્‍વાગત કરવામાં આવશે. રસ્‍તામાં ઠેરઠેર ગીત - સંગીત - રાસ ગરબાની રમઝટ બોલશે. ઠેરઠેર હજારોની મેદની વડાપ્રધાનનું ભાવભીનું સ્‍વાગત કરશે. મોદી - મોદીના નારાથી વાતાવરણ ગુંજી ઉઠવાનું છે. રોડ -શો દરમ્‍યાન વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલશે. આ રોડ શોને લઇને જબરી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.
રોડ-શો બાદ વડાપ્રધાન સીધા શાસ્‍ત્રીમેદાન જશે અને ત્‍યા ઇન્‍ડિયા અર્બન હાઉસીંગ કોન્‍કલેવનું ઉદઘાટન કરશે ત્‍યારબાદ રેસકોર્ષમાં જંગી મેદનીને સંબોધન કરી રાજકોટને વિકાસ કાર્યોની ભેટ આપશે.
રાજકોટમાં વડાપ્રધાન આવતા હોઇ લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા ગોડવવામાં આવી છે.
બપોરે ૪ થી રાત્રે ૮ વાગ્‍યા સુધી એરપોર્ટથી એરપોર્ટ ફાટક, જૂની એનસીસી, પોલીસ હેડ ક્‍વાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોકથી, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ, રાડિયા બંગલા ચોકથી માલિવયા ચોક અને માલવિયા ચોકથી શાષાી મેદાન સુધીનો રસ્‍તો તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો-ર્પાકિંગ તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રધાનમંત્રીની સુરક્ષામાં કુલ ૩ હજારથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવવાના છે જેમાં પોલીસ કમિશનરની અધ્‍યક્ષતામાં ૮ DCP ,૧૬ DYSP, ૫૧ PI, ૧૫૬ PSI, ૧૩૨૦ પોલીસ જવાન, ૧૭૭ મહિલા પોલીસ, ૨૮૪ SRP જવાન, ૫૦૫ હોમગાર્ડ અને ૬૫૮ ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.