ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ - At This Time

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ


ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

ડિવિઝનલ રેલ્વે મેનેજર રવિશ કુમારે રેલ્વે સ્ટેડિયમ-ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી.વરિષ્ઠ મંડલ સુરક્ષા કમિશનર રામરાજ મીણાના આગવાની હેઠળ,ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ,સહિત,પરેડની સુંદર ઝાંખી રજૂ કરી હતી,જેનું નિરીક્ષણ ડીવીઝનલ રેલ્વે મેનેજર દ્વારા કરવામાં આવ્યું હતું.તમામ અધિકારીઓ,કર્મચારીઓ અને નાગરિકોને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ દરમિયાન ટોલી નામના કૂતરા દ્વારા અલગ-અલગ કૌશલ બતાવવામાં આવી હતી.શાળાના બાળકો અને રેલવે કર્મચારીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો પ્રસંગે ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સમિતિ-ભાવનગર મંડલના ચેરપર્સન શ્રીમતી સંતોષીજીએ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મચારીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરનાર બાળકોને પુરસ્કૃત કર્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.