ગઢડા તાલુકાના હરીપર ગામેથી 27 મણ જીરૂની નવ બોરીઓની થઈ ચોરી - At This Time

ગઢડા તાલુકાના હરીપર ગામેથી 27 મણ જીરૂની નવ બોરીઓની થઈ ચોરી


ગઢડા તાલુકાના હરીપર ગામેથી 27 મણ જીરૂની નવ બોરીઓની થઈ ચોરી

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાના હરીપર ગામે રહેતા ખેડૂત લખમણભાઈ તળશીભાઈ દલાસણીયાએ એવા મતલબની ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.કે હરીપર ગામેથી પોતાના રહેણાકી બંધ મકાન કે જેમાં ઘરવખરીનો સામાન રાખવા ઉપયોગ કરે છે તે મકાનમાં રાત્રિનાં અંધારામાં કોઈ પણ રીતે અજાણ્યો ઈસમ ગેરકાયદેસર પ્રવેશ કરી ત્રણ મણનાં વજનની કુલ બોરી નંગ-9 આશરે 27 મણજીરુંની જેની કિંમત રૂપિયા 94,500 ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી પલાઈન થયો હતો.જે અંગે ફરિયાદ દ્વારા ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ છે.જે અંગે ગઢડા પોલીસે ઈપિકો કલમ 457,380 મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.