દાંતા તાલુકાના રતનપુર ગામે જીલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jnlrqs8xqbixonb3/" left="-10"]

દાંતા તાલુકાના રતનપુર ગામે જીલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી


દાંતા તાલુકાના રતનપુર ગામે જીલ્લા પંચાયત બનાસકાંઠા દ્વારા તમાકુ નિયંત્રણ સેલ અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજવામાં આવી

દાંતા‌ તાલુકાના રતનપુર ગામે હાઇવે પર આવેલ ‌જીવુબા‌‌ નર્સિંગ કોલેજમાં આરોગ્ય શાખા જી.પં.બ.કાં. ના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.જયેશ‌ પટેલ ના આદેશ અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. કિરણ ગમાર અને તાલુકા મ.પ.હે.સુ. શ્રી હસમુખ જોષી ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર. - કાંસા ના મેડિકલ ઓફિસર શ્રી ડૉ. મેહુલ તરાલ ના સીધા નિરિક્ષણ હેઠળ સંપૂર્ણ કાર્યક્રમ નું આયોજન રાખવામાં આવેલ. આ કાર્યક્રમ માં જીલ્લા માંથી આવેલ તમાકુ નિયંત્રણ સેલ ના સોશિયલ વર્કર શ્રી અનિલભાઈ રાવલ અને સાયકોલોજી કાઉંસેલર શ્રી કમરઅલી નાંદોલિયા એ તમાકુ, ગુટખા અને ધુમ્રપાન થી થતા ગેરફાયદા અને નુકશાન તથા તેના લીધે કુટુંબ અને સમાજ તથા સ્વાસ્થ્ય પર પડતી વિપરિત અસરો વિશે પ્રોજેક્ટર દ્વારા પી.પી.ટી.પ્રેજન્ટેશન માં સંપૂર્ણ માહિતી અને સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ.‌ કોલેજમાં હાજર કુલ 60 વિદ્યાર્થીનીઓ માંથી 9 વિદ્યાર્થીનીઓ એ વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા માં ભાગ લીધેલ હતો. તેમાંથી સારૂ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓ માંથી અનુક્રમે 1, 2 અને 3 નંબરે વિજેતા ને પ્રોત્સાહન ઇનામ અને બીજા બાકીના વિદ્યાર્થીનીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવેલ. આ સંપૂર્ણ કાર્યક્રમ માં પ્રા.આ.કેન્દ્ર. - કાંસા ના મ.પ.હે.સુ. શ્રી સુરેશકુમાર પી.ગોહિલ અને ફિ.હે.સુ. શ્રીમતી પવીબેન હિરાગર તથા રતનપુર હેલ્થ & વેલનેશ સેન્ટર ના સી.એચ.ઓ.શ્રી કુ. ડિમ્પલબેન‌ અસોડા, મ.પ.હે.વ‌. શ્રી અમિતભાઈ પરમાર, આશા ફેસિલેટર તથા આશા બેનોએ ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. આ સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન જીવુબા નર્સિંગ કોલેજ ના પ્રમુખ શ્રી ડૉ. રિયાજ વગદિયા અને આચાર્યા શ્રી કુ. દિવ્યાબેન પરમાર તથા કોલેજ ના તમામ સ્ટાફ એ સંપૂર્ણ સાથ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવવામાં મદદરૂપ થયેલ. કાર્યક્રમ ના અંતમાં તાલુકા આરોગ્ય કચેરી, - દાંતા‌ તરફથી રાખવામાં આવેલ ચા - નાસ્તો કરી આભારવિધિ‌ કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરેલ. !!

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]