રાજ્ય ચૂંટણી કમિશનર સી.ઈ.ઓ.દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારી તથા ખર્ચના ઓબ્ઝર્વર અને નોડલ અધિકારીઓ સાથે વિડિયોકોન્ફરન્સ યોજી ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરાઈ - At This Time

રાજ્ય ચૂંટણી કમિશનર સી.ઈ.ઓ.દ્વારા રાજ્યના ચૂંટણી અધિકારી તથા ખર્ચના ઓબ્ઝર્વર અને નોડલ અધિકારીઓ સાથે વિડિયોકોન્ફરન્સ યોજી ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરાઈ


શ્રી વિનીત કુમાર તથા ખેડબ્રહ્મા ઇડરના ખર્ચ ઓબ્ઝર્વર શ્રી મુનિશ રાજાની અને ખર્ચના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી સુશ્રી દિપ્તીબેન પ્રજાપતિ અને જિલ્લામાં નિયુક્ત કરાયેલા નોડલ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

   સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અને ખેડબ્રહ્મા સંવેદનશીલ મત વિભાગ અને રાજસ્થાન બોર્ડર વિસ્તારને સ્પર્શતો વિસ્તાર અંગે નાકાબંધી અને ચેકપોસ્ટ તથા પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થા અંગે માહિતી આપી હતી. સી.સી.ટી.વી. સર્વેલેન્સ લીકર, રેડ, અને જી.પી.આર.એસ. ટ્રેકિંગ સ્ટેટેસ્ટિક સર્વેલેન્સ સી.વીજીલ દ્વારા કમ્પલેન ફરિયાદનું નિરાકરણ રિપોર્ટિંગ અંગે સમગ્રતયા ચૂંટણીલક્ષી તૈયારીઓ અને કામગીરી અંગેનો ચિતાર આપ્યો હતો.

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.