ચોટીલામાં બસ સ્ટેન્ડ રોડ પર રાત્રીના સમયે કોઈ કારણોસર આઈસર માં આગ લાગતા અફડા તફડી મચી ગઈ - At This Time

ચોટીલામાં બસ સ્ટેન્ડ રોડ પર રાત્રીના સમયે કોઈ કારણોસર આઈસર માં આગ લાગતા અફડા તફડી મચી ગઈ


એન્કર... ચોટીલામાં બસ સ્ટેન્ડ રોડ પર રાત્રીના સમયે કોઈ કારણોસર આઈસર માં આગ લાગતા અફડા તફડી મચી ગઈ ફાયરફાઇટરે 1 કલાકે આગ પર કાબુ મેળવ્યો
વીઓ..... ચોટીલામાં રાત્રિના સમયે બસ સ્ટેન્ડ રોડ પર ખાંડી પ્લોટ પાસે પાર્ક કરેલ એક આઇસર ગાડી માં અચાનક કોઈ કારણોસર આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેની જાણ ચોટીલા નગરપાલિકામાં કરતા ચોટીલા નગરપાલિકાના ફાયર ફાઈટર નરેન્દ્રસિંહ જાડેજા હરેશભાઈ ઉપાધ્યાય અને અજય ચૌહાણ દ્વારા એક કલાક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી જેનાથી મોટી દુર્ઘટના સર્જાઈ નહીં તે માટે વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આઈસર ગાડીમાં આગ શોર્ટ સર્કિટથી લાગવાનું લોકો અનુમાન કરી રહ્યા હતા


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.