રાજકોટ શહેર-જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા-ધાર્મિક સરઘસ કાઢવા માટે મંજૂરી લેવા અધિક કલેકટરનું જાહેરનામું - At This Time

રાજકોટ શહેર-જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા-ધાર્મિક સરઘસ કાઢવા માટે મંજૂરી લેવા અધિક કલેકટરનું જાહેરનામું


વિઘ્નહર્તા દેવ ગણેશ મહોત્સવ આગામી તા. 19 થી 29 સુધી ઉજવવામાં આવનાર છે. જેને અનુલક્ષી મૂર્તિ વિસર્જન કરવા પર્યાવરણની જાળવણી અને જળસ્ત્રોતોમાં પ્રદુષણ થતું અટકાવવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિની જાળવણી અને જળસૃષ્ટિ પર વિપરીત અસર થતી અટકાવવા માટે રાજકોટ જિલ્લાના અધિક જિલ્લા મેેજીસ્ટ્રેટ એસ.જે.ખાચર દ્વારા રાજકોટ શહેર-જિલ્લા માટે તા. 14 થી 29 સુધીની મુદત માટે ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
જે અંતર્ગત આ જાહેરનામાની કલમ ‘એ’ મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજુરી વગર ગણેશ વિસર્જન યાત્રા કે અન્ય ધાર્મિક સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવેલ છે. આ ઉપરાંત સક્ષમ સ્થાનિક સત્તામંડળએ મૂર્તિ વિસર્જન માટે સુનિશ્ર્ચિત કરેલ સ્થળ સિવાયની કોઇપણ જગ્યાએ મૂર્તિ વિસર્જન નહીં કરવા આ ઉપરાંત પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કુવામાં મૂર્તિ વિસર્જન નહીં કરવા આદેશ કરેલ છે.
વધુમાં જણાવેલ છે કે મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને હાઇકોર્ટ દ્વારા નકકી કરવામાં આવેલ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં.
આ ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિતને લગ્નના વરઘોડાને સરકારી નોકરીમાં અથવા રોજગારીમાં હોય તે વ્યકિતને તેમજ સ્મશાનયાત્રાને આ જાહેરનામાની કલમ ‘એ’ લાગુ પડશે નહીં તેમ જણાવાયું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.