બોટાદમાં ગૃહ મંત્રી હંષૅ સંઘવીના આગમનને લઈને એસપી કચેરીએ તડામાર તૈયારીઓ - At This Time

બોટાદમાં ગૃહ મંત્રી હંષૅ સંઘવીના આગમનને લઈને એસપી કચેરીએ તડામાર તૈયારીઓ


એસ પી કચેરીને રંગ બે રંગી લાઇટ ડેકોરેશન થી કરાયો શણગાર જિલ્લાની જનતાને લોકાર્પણ કાર્યક્રમમાં પધારવા જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયાએ આપ્યુ નિમંત્રણ

રાજ્ય ના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સોમવારે બોટાદ એસપી કચેરીના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બોટાદ જિલ્લા પોલીસ ભવન કચેરીને રંગ બે રંગી લાઇટ ડેકોરેશન થી શણગારમાં આવેલ છે અને હાલ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે બોટાદ શહેરના ખસ રોડ પર નવનિમિત થયેલ પોલીસ અધિક્ષકની કચેરી તેમજ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર ની કચેરી પોલીસ હેડ કવાર્ટર અને જિલ્લા પોલીસ તાલીમ કેન્દ્ર નો આગામી તારીખ ૧૭-૧૦-૨૦૨૨ ને સોમવારે સવારના ૧૦:૦૦ કલાકે રાજ્યના ગૃહપ્રધાન હષૅ સંઘવીના હસ્તે યોજાશે જેમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા રાજ્યના મંત્રી વિનોદભાઈ મોરડીયા સાંસદ ભારતીબેન શિયાળ ધારાસભ્ય સૌરભભાઈ પટેલ ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે બોટાદ જિલ્લા પોલીસ ભવનના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહપ્રધાન હષૅ સંઘવી આવી રહ્યા છે ત્યારે બોટાદ શહેર અને જિલ્લાની જનતાને લોકાર્પણ પ્રસંગે પધારવા જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા અને પોલીસ પરીવાર દ્વારા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.